Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરરાજ્યમાં રાત્રી કફર્યૂ નવ વાગ્યાથી શરૂ કરવા માંગણી

રાજ્યમાં રાત્રી કફર્યૂ નવ વાગ્યાથી શરૂ કરવા માંગણી

ધારાસભ્ય વિક્રમભાઇ માડમ દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત

- Advertisement -

રાજ્યમાં રાત્રીના 8 થી સવારે 6 વાગ્યા સુધી રાત્રી કફર્યૂ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં રાત્રી કફર્યૂની સમય મર્યાદા રાત્રીના 9 વાગ્યાથી શરૂ કરવા ખંભાળિયાના ધારાસભ્ય વિક્રમભાઇ માડમ દ્વારા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે.

- Advertisement -

આ પત્રમાં જણાવ્યું છે કે, આ કોરોનાની મહામારીમાં ગુજરાત સરકાર દ્વારા લોકહિતમાં લોકોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખી જે કફર્યું બાબતનો હાઇકોર્ટની સમીક્ષા પર નિર્ણય લેવામાં આવેલો છે. તે આવકાર્ય છે. પરંતુ કફર્યુનો જે રાત્રીનો સમય નક્કી કરેલ છે. તે સમયે સામાન્ય લોકો તથા રોજેરોજની રોજી કમાઇને ખાનાર લોકો માટે ખુબ જ મુસીબત ઉભી કરનાર છે. સામાન્ય રીતે વેપાર ધંધો કરતા તથા મજૂરીએ જતા રોજનું કમાઇને ખાનાર લોકોને કોઇપણ કારખાના તથા મિલોમાં કામનો સમય સાંજના સામાન્ય રીતે 6:30 થી 7 વાગ્યા આસપાસ તેઓ પોતાની નોકરી પરથી છૂટે છે. જે 20 શહેર તથા 8 મહાનગરપાલિકામાં કફર્યુ લગાવવામાં આવેલ છે. તે શહેરો સામાન્ય રીતે મોટા શહેરો તથા કોર્પોરેશનવાળા છે. જેના આસપાસના લગભગ 10 કિલોમીટરના વિસ્તારમાં તમામ ફેકટરી, જીઆઇડીસી, કારખાના તથા મિલો આવેલી છે. કોઇપણ મજુર પોતાની મીલથી કે કારખાનેથી નીકળે તે પછી તેને પોતાના ઘરે પહોંચવામાં જ આરામથી અડધો કલાકથી એક કલાક જેટલો સમય લાગતો હોય છે. ઘરે પહોંચી કોઇપણ માણસ આ કોરોનાની મહામારીના લીધે હાથ પગ ધોવે અને ફ્રેશ થાય તો અડધો કલાકનો સમય નીકળી જાય આ સમયમાં આઠ વાગી જાય છે. પછી ઘરમાં પોતાના માટેની જીવન જરૂરી ચીજવસ્તુ ખરીદી કરવાનો સમય નિકળી જાય છે. અને સામાન્ય માણસ બહાર નિકળી શકતો નથી. અને જો કારખાનેથી વહેલી રજા લઇને નીકળે તો તેનું રોજ કપાઇ જાય છે.

આવી તમામ પરિસ્થિતિઓ એક જ દિવસના કફર્યુ લાગુ થવાથી બજારમાં જોવા મળેલ છે. તો સામાન્ય વર્ગને ધ્યાનમાં રાખી અન્ય રાજ્યોમાં પણ કફર્યુની પરિસ્થિતિઓ સર્જાયેલી છે જ પરંતુ ત્યાં રાત્રીકફર્યુ શરૂ થવાનો સમય 9 થી 10 વાગ્યાનો રાખેલ છે. તો આપણા ગુજરાતમાં પણ ગરીબ મજુર રોજેરોજનું કમાઇને ખાનાર લોકોને ધ્યાનમાં રાખી રાત્રીકફર્યુ શરૂ થવાના સમય ઓછામાં ઓછો 9 કે 10 વાગ્યાથી શરૂ કરવા બાબતે ફેરવિચારણા કરવા લોકોના હિતમાં નિર્ણય લેવા માંગણી કરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular