Monday, December 23, 2024
Homeરાજ્યગુજરાતસુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો માટે હાઇકોર્ટ દ્વારા લીલોછમ્મ ચૂકાદો

સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો માટે હાઇકોર્ટ દ્વારા લીલોછમ્મ ચૂકાદો

ખેડૂતોએ મોડી જાણ કરી હોય તો પણ વિમા કંપનીઓએ પૂરો વિમો ચૂકવવો પડે

- Advertisement -

2019ના રવી પાકના નુકસાનના વીમા મામલે હાઈકોર્ટે સૌથી મહત્વનો ચૂકાદો આપ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લાના 2019ના રવી પાક કપાસ અને એરંડાના ખેડૂતો માટે મહત્વનો ચૂકાદો આપ્યો છે. જેમાં રાજ્ય સરકારના કૃષિ સહાય પેકેજના સર્વેના આધારે ખેડૂતોને વળતર આપવા હાઈકોર્ટે આદેશ કર્યો છે.

- Advertisement -

હાઈકોર્ટે યુનિવર્સલ સોંપો જનરલ ઈન્સ્યોરન્સ કંપનીને અરજકર્તા 30 ખેડૂતો સહિત આખા જિલ્લાના ખેડૂતોને વીમાની રકમ ચૂકવવવા આદેશ કર્યો છે. આપને જણાવી દઈએ કે, 2019ના શીયાળુ પાકને માવઠાને કારણે નુકસાન થયું હતું.

ગુજરાત સરકારના સર્વેમાં પાકને 33% નુકસાન પણ પાકવીમા કંપનીએ વીમો જ ન આપ્યો. વીમા કંપનીએ જૂદા જૂદા બહાના કાઢીને ખેડૂતોના ક્લેઈમને નકાર્યો હતો.અને કેટલાકને માત્ર 1% વળતર આપ્યું હતું. જે બાદ ધાંગધ્રા તાલુકાના 30 ખેડૂતો હાઈકોર્ટમાં ગયા હતા.

- Advertisement -

હાઈકોર્ટે ખેડૂતોની તરફેણમાં ચુકાદો આપતા વીમા કંપનીને કહ્યું, ખેડૂતોએ નુકસાનની મોડી જાણ કરી તેનો મતલબ એવો નથી કે તેમને વીમો નહી આપો. ખેડૂતોએ વીમા કંપનીને મોડી જાણ કરી હોવા છતાં પૂરો વીમો આપવો પડશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular