Saturday, December 6, 2025
Homeસમાચારરાષ્ટ્રીયGSTનો મૂળ હેતુ જ માર્યો ગયો: સુપ્રિમકોર્ટ

GSTનો મૂળ હેતુ જ માર્યો ગયો: સુપ્રિમકોર્ટ

સંસદ ઇચ્છતી હતી કે, કાયદો કરદાતાને અનુકુળ આવે, જે રીતે લાગુ થયો તે અનુચિત: દરેક કરદાતા ધંધાર્થીને દગાબાજ ન લેખી શકાય

દેશમાં ગૂડઝ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)ને લઇને સુપ્રીમ કોર્ટે મોટી ટિપ્પણી કરી છે. જીએસટી લાગુ કરવાની રીત પર નારાજગી દર્શાવતાં કોર્ટે કહ્યું કે, સંસદની ઇચ્છા હતી કે જીએસટી-લોકોને અનુકૂળ ‘સિટીઝન ફ્રેન્ડલી’ ટેક્સ થાય. પરંતુ જે રીતે આ દેશભરમાં લાગુ કરવામાં આવી રહ્યું છે એ તેના હેતુને ખતમ કરે છે. ટોચની અદાલતે એમ પણ કહ્યું કે, કરદાતા દરેક ધંધાર્થીને દગાબાજ ન કહી શકે.

- Advertisement -

હિમાચલ પ્રદેશ જીએસટીની એક જોગવાઇને પડકાર આપતી અરજી પર સુનાવણી દરમ્યાન સુપ્રીમ કોર્ટે આ ટિપ્પણી કરી હતી. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ ડી. વાય. ચંદ્રચુડે કહ્યું કે, સંસદની ઇચ્છા હતી કે, જીએસટી સિટીઝન ફ્રેન્ડલી ટેક્સ સ્ટ્રકચર બને. પરંતુ જે રીતે તેને દેશભરમાં લાગુ કરવામાં આવે છે તેનો હેતુ ખતમ થઇ રહ્યો છે. સુપ્રીમ કોર્ટે જીએસટીને લાગુ કરવાની પદ્ધતિ પર નારાજગી વ્યક્ત કરી હતી અને કહ્યું કે, કરદાતા દરેક ધંધાર્થીને દગાબાજ ન કહી શકાય.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular