જામનગર શહેરનાં નિલકમલ સોસાયટીમાંથી પસાર થતા શખ્સને આંતરીને તલાસી લેતા તેના કબ્જામાંથી દારૂની બોટલ મળી આવતા પોલીસે બે શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જામનગરના હિરજી મિસ્ત્રી રોડ પરથી પસાર થતા શખ્સને આંતરીને તલાસી લેતા તેની પાસેથી બિયરના બે ટીન મળી આવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
દારૂ અંગેના દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો, જામનગર શહેરના નિલકમલ સોસાયટીમાંથી પસાર થતા મયુરસિંહ ભોજુભા જાડેજા નામના વેપારી શખ્સને આંતરીને તલાસી લેતા તેના કબ્જામાંથી રૂા.500 ની કિંમતની દારૂની બોટલ મળી આવતા પોલીસે પૂછપરછ હાથ ધરતા આ દારૂની બોટલ પ્રફુલ્લ ઉર્ફે પાગો ભદ્રા નામના શખ્સે પાસેથી ખરીદ્યાની કેફિયતના આધારે બે શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો દરોડો, જામનગર શહેરના હિરજી મિસ્ત્રી રોડ પરથી પસાર થતા નવાગામ ઘેડ વિસ્તારમાં રહેતા પ્રદિપસિંહ જયેન્દ્રસિંહ જેઠવાને આંતરીને તલાસી લેતા તેના કબ્જામાંથી બીયરના બે ટીન મળી આવતા પોલીસે રૂા.200 ની કિંમતના બીયરના ટીન કબ્જે કરી આગળની તપાસ હાથ ધરી હતી.