દેશમાં કોરોના વાયરસની ગતિ બેકાબૂ થઈ ગઈ છે અને નવી લહેર સૌથી મોટો પડકાર બનીને સામે આવી છે. દેશમાં પહેલીવાર 24 કલાકની અંદર એક લાખથી વધારે કોરોના વાયરસના કેસ નોંધાવવામાં આવ્યા છે. ત્યારે પીએમ મોદી તા.8 એપ્રિલના વાગ્યે ભારતમાં કોવિડ-19ની સ્થિતિ પર તમામ રાજ્યોના સીએમ અને ઉચ્ચ અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સ દ્વારા વાતચીત કરશે.
તાજેતરમાં શુક્રવારના કેબિનેટ સચિવ રાજીબ ગાબાની સાથે થયેલી બેઠકમાં 11 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને તેમના વધતા દૈનિક કેસો અને રોજના મોતના કારણે મહારાષ્ટ્ર, પંજાબ, કર્ણાટક, કેરળ, છત્તીસગઢ, ચંદીગઢ, ગુજરાત, મધ્ય પ્રદેશ, તમિલનાડુ, દિલ્હી અને હરિયાણાને ગંભીર ચિંતાવાળા રાજ્યોમાં વર્ગીકૃત કરવામાં આવ્યા. આ રાજ્યોમાં છેલ્લા 14 દિવસમાં કોવિડના વધતા કેસોમાં 90 ટકા (31 માર્ચના) અને 90.5 ટકા મોત (31 માર્ચના) થયા છે, જેમાં મહારાષ્ટ્રમાં કોરોનાના કેસો ઘણી ઝડપથી વધતા જોવા મળી રહ્યા છે.