જામનગરના કે.ડી. શેઠ ઉપાશ્રય ખાતે ત્રણ દિવસિય કોરોના વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જામનગર મહાનગરપાલિકા અને ગોમતિપુર આરોગ્ય કેન્દ્રના સહયોગથી યોજાયેલા આ રસિકરણ કેમ્પમાં 500 થી વધુ લોકોએ કેમ્પનો લાભ લીધો હતો. આ કેમ્પ દરમિયાન જામનગરના સાંસદ પૂનમબેન માડમ, મેયર બિનાબેન કોઠારી, શાસકપક્ષના નેતા કુસુમબેન પંડયા, દંડક કેતનભાઇ ગોસરાણી, વોર્ડ નં. 5ના કોર્પોરેટરો કિસનભાઇ માડમ, સરોજબેન વિરાણી, આશિષભાઇ જોશી, વોર્ડ નં. 9ના કોર્પોરેટર નિલેશભાઇ કગથરા, પૂર્વ કોર્પોરેટર પ્રવિણભાઇ માડમ, વોર્ડ નં. 5ના રાજદીપસિંહ જાડેજા, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ હસમુખભાઇ હિંડોચા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વપ્રમુખ મધુભાઇ ગોંડલીયા સહિતના મહાનુભાવોએ આ કેમ્પની મુલાકાત લીધી હતી. આ તકે કે.ડી. શેઠ પરિવાર વતી મોના દેવેન સંઘવી, સ્મિતા દેવેન સંઘવી અને દેવેનભાઇ સંઘવી, કે.ડી. ઉપાશ્રયના ટ્રસ્ટી ઉષાબેન વસા, ભરતભાઇ પટેલ, અજયભાઇ શેઠ, દિનેશભાઇ શાહ, હિતેષભાઇ ખજુરીયા, બિપીનભાઇ શેઠ, લાલુભાઇ કોઠારી, રાજુભાઇ શાહ, ગટુભાઇ શાહ, સુશિલભાઇ કામદાર, નયનબેન મહેતા, આશાબેન ખજૂરીયા સહિતના હોદ્દેદારો પરિસ્થિતિ રહ્યાં હતાં. ઉપસ્થિત મહાનુભાવોનો શાલ ઓઢાડી સન્માન કર્યું હતું. આ કેમ્પમાં ગોમતિપુર આરોગ્ય કેન્દ્ર વતી ડો. જયવીન ભુવા અને તેમની ટીમએ સેવા આપી હતી.