Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરજામનગર લોહાણા મહાજન દ્વારા કોરોના વેક્સિનેશનનો ફ્રી મેગા કેમ્પ સંપન્ન

જામનગર લોહાણા મહાજન દ્વારા કોરોના વેક્સિનેશનનો ફ્રી મેગા કેમ્પ સંપન્ન

લોહાણા મહાજનના પ્રમુખ જીતુભાઇ લાલ દ્વારા અનુરોધને મળેલો બહોળો પ્રતિસાદ: લોહાણા સમાજ તેમજ દરેક જ્ઞાતિના બહોળી સંખ્યામાં લોકોએ લીધો રસીકરણનો લાભ

- Advertisement -

જામનગર લોહાણા મહાજન દ્વારા આયોજીત અને જામનગર મહાનગરપાલિકાના સહયોગથી વૈશ્ર્વીક મહામારી કોરોના સામે રક્ષાત્મક ક્વચ પુરૂ પાડવા માટે મેગા રસીકરણ કેમ્પનું આયોજન જામનગર લોહાણા મહાજનવાડી, પંચેશ્ર્વરટાવર પાસે, તા.4ના રવિવારે કરવામાં આવ્યું હતું.
આ મેગા વેક્સીનેશન કેમ્પમાં લોકો સ્વયંભુ જાગૃતી કેળવી સવારે 9 વાગ્યાથી બહોળી સંખ્યામાં ઉપસ્થિત થયેલ અને પોતાના જરૂરી આધારપુરાવા સાથે રજીસ્ટ્રેશન કરાવેલ.45 વર્ષથી વધુ ઉમર ધરાવતા આશરે 306થી વધુ લોકોએ ખુબ જ ઉત્સાહપુર્વક વેક્સિનેશન કરાવી સાચા અર્થમાં આ મહામારી નાથવાનો સફળ પ્રયાસ કરવા સહભાગી બન્યા હતાં.

- Advertisement -

આ મેગા વેક્સીનેશન કેમ્પના પ્રારંભમાં સદનસીબે વહેલી સવારે જામનગર સ્થિત બેડી ગેઈટ પાસેના સ્વામીનારાયણ મંદિરના કોઠારી સ્વામી પ.પુ. ચત્રભુજદાસજીએ પોતે વેક્સીનેશન કરાવેલ અને જામનગર લોહાણા મહાજન પ્રમુખ જીતુભાઈ લાલ અને માનંદમંત્રી રમેશભાઈ દત્તાણીને તેમજ સમગ્ર લોહાણા મહાજનની ટીમને આવા સમાજ સેવાના કાર્યો કરવા બદલ શુભાશીષ પાઠવેલ તેમજ ઉપસ્થિત જનસુમદાયને આ ભગીરથ કાર્યમાં જોડાવવા બદલ ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતાં.

આ કેમ્પમાં જામનગર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ બિપેન્દ્ર્રસિંહ જાડેજાએ પરિવાર સહિત, હાસ્ય કલાકાર વસંત પરેશ બંધુ સહીતના અનેક અગ્રણીઓએ તેમજ અગ્રણી વેપારીઓએ વેકશીનેશન કરાવેલ અને લોહાણા સમાજ સહિત દરેક જ્ઞાતિના લોકોએ ઉત્સાહભેર ભાગ લીધેલ હતો. શારીરિક અશક્ત, મોટી ઉંમરના લોકોની વિશિષ્ટ કાળજી લઈને તેમને જરાપણ મુશ્કેલી ન પડે તેવી કાળજી જામનગર મહાનગરપાલીકાની મેડીકલ ટીમે લીધેલ હતી. આ સમગ્ર કેમ્પમાં ડોકટરોની ટીમ સતત ખડે પગે રહીને માર્ગદર્શન આપ્યું હતું.

- Advertisement -

જામનગર લોહાણા મહાજનના પ્રમુખ જીતુભાઈ લાલે આ મેગા વેકશીનેશન કેમ્પને સફળ બનાવવા માટે જામનગર મહાનગરપાલીકાના કમિશનર, આરોગ્ય અધિકારીઓ તેમજ આ કેમ્પ ઉપસ્થિત મેડીકલ ટીમ જેમાં મેડીકલ ઓફીસર ડો.વૈભવીબેન કાછડીયા, ડિમ્પલબેન રાઠોડ, મહેશભાઈ કરંગીયા, સામતભાઈ છુછર, પ્રદિપભાઈ કાંબરીયા, કમલભાઈ પરમાર, સુજીતાબેન વસાવા, ચંદ્ર્રીકાબેન લૈયાનો તેમજ આ મેગા કેમ્પમાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી રસીકરણ કરાવેલ તમામ લોકોનો હદયપૂર્વક આભાર માન્યો હતો.

સરકારની માર્ગદર્શીકા મુજબ સોશ્યલ ડીસ્ટન્સ રાખી તેમજ કોરોનાને લગત તમામ ગાઈડલાઈનના અમલ સાથે આ કેમ્પને સફળ બનાવવા માટે જામનગર લોહાણા મહાજન પ્રમુખ જીતુભાઈ લાલ, ઉપપ્રમુખ કિરણભાઈ માધવાણી, માનંદમંત્રી રમેશભાઈ દત્તાણી, ખજાનચી અરવિંદભાઈ પાબારી, ઓડીટર હરેશભાઈ રાયઠઠા તેમજ સમાજના હોદેદારો અને કાર્યકરો જેમાં પ્રવિણભાઈ ચોટાઈ, ભરતભાઈ મોદી, મનોજભાઈ અમલાણી, અનીલભાઈ ગોકાણી, ભરતભાઈ કાનાબાર, રાજુભાઈ હિંડોચા, મધુભાઈ પાબારી, નિલેશભાઈ ઠકરાર, દિનેશભાઈ મારફતીયા, કેતનભાઈ બદીયાણી, જયોતિબેન માધવાણી, રસીકભાઈ ખાખરીયા, નિલેશભાઈ કાનાણી, જયેશભાઈ મહેતા, ધનશ્યામભાઈ જીવરાજાણી, દિપકભાઈ કોટેચા, રાજુભાઈ પતાણી, નવનીતભાઈ સોમૈયા, ભાવેશભાઈ દતાણી, વિશાલભાઈ પાબારી, જેન્તીભાઈ સામાણી, દિલીપભાઈ મજીઠીયા, સુભાષભાઈ દતાણી, વિપુલભાઈ રાડીયા, શૈલેશભાઈ કારીયા, નિલેશભાઈ પાબારી વગેરેએ જહેમત ઉઠાવેલ હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular