Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરલગ્ન કર્યાનું મનમાં લાગી આવતાં નવપરણીતાની આત્મહત્યા

લગ્ન કર્યાનું મનમાં લાગી આવતાં નવપરણીતાની આત્મહત્યા

રવિવારે તેના ઘરે ગળેફાસો ખાઇ જિંદગી ટૂંકાવી: 108ની ટીમ અને પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો

- Advertisement -

જામનગર શહેરમાં લાલપૂર બાયપાસ ચોકડી નજીક આવેલા રહેણાંક વિસ્તારમાં રહેતી યૂવતીને માતાની ઉપરવટ જઇ લગ્ન કર્યાનું મનમાં લાગી આવતાં તેનીના ઘરે દૂપટ્ટા વળે ગળેફાસો ખાઇ આત્મહત્યા કરી હતી.

- Advertisement -

આ બનાવ અંગેની વિગત મૂજબ જામનગરમાં લાલપૂર બાયપાસ ચોકડી નજીક આવેલી શાંતી હોટલ પાસેના જયહરી-2 વિસ્તારમાં રહેતી પૂજાબેન આશિષ ગોંડલીયા(ઉ.વ.22) નામની યૂવતીએ તેણીના માતાની ઉપરવટ જઇ આશિષ સાથે લગ્ન કર્યા હતાં અને આ લગ્ન બાબતે માતાની ઉપરવટ ગયાનો અફસોસ કરતી હતી. પરંતુ તેણીના પતિ આ બાબતે પૂજાને મનાવી લેતા હોય તેમ છતાં આ બાબતનું મનમાં લાગી આવતાં રવિવારે સાંજના સમયે તેના ઘરે પંખામાં દુપટ્ટા વડે ગળેફાસો ખાઇ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ અંગેની જાણના આધારે 108 એમ્બ્યુલન્સની ટીમ ઘટના સ્થળે દોડી ગઇ હતી. પરંતુ યૂવતીનું મોત નિપજયું હોવાથી પોલીસમાં જાણ કરતાં પીએસઆઇ સી.એમ.કાંટેલીયા તથા સ્ટાફે મૃતદેહને પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular