Monday, December 23, 2024
Homeરાજ્યમોટી બાણુગારમાં આવતીકાલથી એક સપ્તાહનું સ્વૈચ્છિક લોકડાઉન

મોટી બાણુગારમાં આવતીકાલથી એક સપ્તાહનું સ્વૈચ્છિક લોકડાઉન

- Advertisement -

જામનગર શહેર અને જીલ્લા સહીત સમગ્ર રાજ્યમાં કોરોનાની બીજી લહેર ઝડપથી ફેલાય રહી છે અને પોઝીટીવ કેસો ની સંખ્યામાં અનેકગણો ઉછાળો આવ્યો છે. લોકો શોસીયલ ડિસ્ટન્સ જાળવવમાં અને મસ્ક પહેરવામાં બેદરકારી દાખવતા હોય જેના કારણે જામનગર જિલ્લામાં પણ કોરોનાનું સંક્રમણ ચિંતાજનક રીતે વધી ગયું છે. ત્યારે જામનગર કલેકટર રવિશંકરે પ્રજા જોગ અપીલ કરી કોરોના સંક્રમણ અટકાવવા માટે શોસીયલ ડિસ્ટન્સ જાળવવા અને મસ્ક પહેરવા વધુ એક અપીલ કરી હતી. આવા સમયે જામનગરના મોટી બાણુગાર ગામે એક સપ્તાહ માટે સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યું છે.

- Advertisement -

જામનગર શહેર અને જિલ્લામાં બે સપ્તાહ થી કોરોના સંક્રમણ વધી જવાથી પોઝીટીવ કેસમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે તેમાંપણ ખાસ કરીને છેલ્લા ત્રણ-ચાર દિવસથી શહેર કરતા ગ્રામ્ય વિસ્તારોમાં પોઝીટીવ કેસોની સંખ્યા વધારે જોવા મળી રહી છે આવા કાળમાં જામનગરના મોટી બાણુગાર ગામના સરપંચની આગેવાની હેઠળ વેપારીઓ અને સમસ્ત ગ્રામજનો દ્વારા આવતીકાલ તારીખ 3 એપ્રિલથી 10 એપ્રિલ શનિવાર સુધી મોટી બાણુગારમાં સ્વૈચ્છિક લોકડાઉન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અને 11 એપ્રિલ રવિવારથી રાબેતા મુજબ દુકાનો ખુલશે. એક અઠવાડિયા સુધી ગામમાં લોકડાઉન રહેશે જેથી લોકોને જરૂરી સામાન ખરીદી લેવા કહેવામાં આવ્યું છે. આ લોકડાઉનનો નિર્ણય પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ ગામના વડીલોના સહયોગથી લેવામાં આવ્યો છે. આ દરમ્યાન દૂધ માટેની ડેરી સવાર-સાંજ 2-2 કલાક સુધી ખુલ્લી રહેશે તેમજ ચક્કી ચાર દિવસ પછી ખોલવામાં આવશે. મોટી બાણુગારમાં કોરોના કેસમાં વધારો થતાં આ નિર્ણય સ્વૈચ્છિક રીતે ગ્રામજનો તરફથી લેવામાં આવેલ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular