Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયકાર પર કન્ટેનર પડતા 4 નાં મોત

કાર પર કન્ટેનર પડતા 4 નાં મોત

ટ્રક પર લોડ કન્ટેનર પલટી ખાઈ જતા કારનો કચ્ચરઘાણ થઇ ગયો

- Advertisement -

રાજસ્થાનના પાલી જિલ્લામાં શુક્રવારે સવારે એક ભીષણ અકસ્માતમાં 4 લોકોનાં મોત થયાં છે. ઓવરટેક દરમિયાન સામેથી આવતા વાહનને જોઈને સ્પીડમાં આવતી ટ્રકે નિયંત્રણ ગુમાવી દીધું હતું. પરિણામે, ટ્રક પર લોડ બે કન્ટેનર પલટી ખાઈ ગયાં હતાં. એક કન્ટેનર બાજુમાં ચાલતી કાર પર પલટી ખાધી હતી, જ્યારે બીજું કન્ટેનર રસ્તા પર પડ્યું હતું. ભારે કન્ટેનર કાર પર પડતાં કારનો કચ્ચરઘાણ થઈ ગયો હતો. કારમાં મુસાફરી કરતાં પતિ-પત્ની સહિત ચાર લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં.

- Advertisement -

ઘટના સવારે સાડાઆઠ વાગે બાલરાઈ પાસે ઘટી હતી. જોધપુરથી 4 લોકો સવારે એક કારમાં સિરોહી તરફ જતા હતા. એમાં એક મહિલા અને ત્રણ પુરુષ હતાં. એ જ દિશામાં એક ઓપન ટ્રક પસાર થતી હતી. એમાં બે ભારે કન્ટેનર લોડ કરવામાં આવ્યાં હતાં. કન્ટેનરમાં માર્બલ ભરેલો હતો. ટ્રકચાલકે સ્પીડમાં ઓવરટેક કરવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારે જ તેણે સામેથી બીજી ટ્રક આવતી જોઈ હતી અને ગભરામણમાં સંતુલન ગુમાવી દીધું હતું. એને કારણે ટ્રક પર લોડ બંને કન્ટેનર ઊંધાં પડી ગયાં હતાં, એમાંથી એક કન્ટેનર કાર ઉપર પડ્યું હતું. ભારે કન્ટેનર વચ્ચે કાર દબાઈ ગઈ હતી. પોલીસે ઘટનાસ્થળે જઈને જેસીબીની મદદથી કન્ટેનર હટાવ્યું હતું. ત્યાં સુધી કારમાં મુસાફરી કરતા મનોજ શર્મા, અશ્વિની કુમાર દવે, તેમની પત્ની રશ્મિ અને બુદ્ધરામ પ્રજાપતનાં મોત થઈ ગયાં હતાં. આ દરેક લોકો જોધપુર રહેતાં હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular