Monday, December 23, 2024
Homeબિઝનેસનિફ્ટી ફયુચર 15008 પોઈન્ટ મહત્વની સપાટી...!!!

નિફ્ટી ફયુચર 15008 પોઈન્ટ મહત્વની સપાટી…!!!

- Advertisement -

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.01.04.2021 ના રોજ…..

- Advertisement -

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૪૯૫૦૯.૧૫ સામે ૪૯૮૬૮.૫૩ પોઈન્ટના મથાળેથી ખુલીને ૪૯૪૭૮.૫૩ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૬૧૩.૯૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૫૨૦.૬૮ પોઈન્ટના ઉછાળા સાથે ૫૦૦૨૯.૮૩ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૪૭૫૨.૩૦ સામે ૧૪૮૨૩.૧૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૪૭૬૦.૧૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૧૪.૯૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૮૩.૭૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૪૯૩૬.૦૫ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

- Advertisement -

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

સપ્તાહના અંતિમ દિવસે ભારતીય શેરબજાર ગૂડ ફ્રાઈડે નિમિતે બંધ રહ્યુ હતુ. નવા નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ની શરૂઆતમા જ ભારતીય શેર બજારમાં તોફાની તેજીનો શુભારંભ થયો હતો. કોરોના સંક્રમણમાં ફરી વધારાને લઈ આર્થિક મોરચે આવનારા દિવસો પડકારરૂપ બની રહેવાની અને આર્થિક વૃદ્વિને નેગેટીવ અસર થવાનો ભય ઝળુંબી રહ્યો છે, ત્યારે તાજેતરમાં પૂરા થયેલા નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ના અંતિમ મહિનામાં આર્થિક ગતિવિધિઓ વધતાં માર્ચ ૨૦૨૧માં સરકારની જીએસટી આવક એકત્રિકરણ સતત વૃદ્વિએ આ વખતે રૂ.૧.૨૪ લાખ કરોડની રેકોર્ડ ઊંચાઈએ પહોંચી ગયો હતો. જેના લીધે બજારના સેન્ટીમેન્ટને બુસ્ટર ડોઝ મળ્યો હતો.

- Advertisement -

 વૈશ્વિક મોરચે ચાઈના કોરોનામાંથી બહાર આવીને આ વર્ષે ૯.૩ ટકાની ઊંચી આર્થિક વૃદ્વિ હાંસલ કરશે એવા અંદાજોને લીધે મેટલ સહિતની માંગમાં મોટી વૃદ્વિની અપેક્ષાઓ ને કારણે ફંડોએ ટાટા સ્ટીલની આગેવાનીએ મેટલ-માઈનીંગ શેરોમા તેજીનું વલણ જોવા મળ્યુ હતું. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ક્રુડ ઓઈલના ભાવ ઘટીને બ્રેન્ટ ક્રુડના ૬૨.૯૦ ડોલર અને નાયમેક્ષ ક્રુડના ૫૯.૨૮ ડોલર નજીક રહ્યા હતા. કોરોના સંક્રમણના નવા તબક્કામાં રસી કારગત નીવડશે કે કેમ તે પણ એક યક્ષ પ્રશ્ન છે. આમ, રસીના મુદ્દે આગામી સમયમાં થનાર ગતિવિધીની પણ ઇક્વિટી બજાર પર અસર જોવા મળશે તેવુ જણાય છે.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૬૬% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૨.૦૫% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર એફએમસીજી અને કંઝ્યુમર ડ્યુરેબ્લસ શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૦૪૩ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૧૩૭ અને વધનારની સંખ્યા ૭૫૨ રહી હતી, ૧૫૪ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૦૯ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૪૨૧ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, ગત સપ્તાહમાં માર્ચ વલણના અંતે સતત બીજા અઠવાડિયામાં ફંડો, મોટા ખેલાડીઓએ તેજીની ઓવરબોટ પોઝિશન હળવી કરવા સાથે કોરોના સંક્રમણની બીજી લહેરને લઈ દેશમાં ફરી વ્યાપક લોકડાઉનની પરિસ્થિતિ સર્જાતાં ભારતીય શેરબજારમાં ઘટાડો નોંધાયો હતો. લાંબા સમયથી તેજીનો અતિરેક બતાવીને શેરોમાં ઈન્ડેક્સ બેઝડ વિક્રમી તેજીની અવિરત દોટમાં કોરોનાના ફરી વધતાં અનેક મહાનગરોમા લોકડાઉન થયુ હતુ. આગામી માર્ચ ત્રિમાસિકના કોર્પોરેટ પરિણામોની સીઝન શરૂ થતાં બજારની ભાવિ ચાલ માટે કોર્પોરેટ પરિણામો મહત્વા પુરવાર થશે.

આર્થિક મોરચે હજુ અનેક પડકારો હોવાથી અને કોરોના સંક્રમણના નવા વેવમાં પરિસ્થિતિ કથળવાના સંજોગોમાં પ્રોફિટ બુકિંગની સંભાવના પણ જોવાઈ રહી છે ત્યારે આગામી દિવસોમાં એફપીઆઈ કેવો અભિગમ અપનાવે છે તે જોવાનું રસપ્રદ બની રહેશે. દેશનો આર્થિક વિકાસ દર નેગેટિવ રહેવાનો અંદાજ છે. ગયા વર્ષના ઓકટોબરથી દેશમાં ઉપભોગ માગમાં વધારો થયો છે, અને રિટેલ વેચાણ પણ કોરોના પહેલાના સ્તરે જોવા મળી રહ્યું છે. તા.૦૫.૦૪.૨૦૨૧ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

તા.૦૧.૦૪.૨૦૨૧ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૪૯૩૬ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૪૮૮૮ પોઈન્ટના પ્રથમ અને ૧૪૮૦૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે  ૧૫૦૦૮ પોઈન્ટ થી ૧૫૦૮૮ પોઈન્ટ ૧૫૧૦૫ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૫૦૦૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

તા.૦૧.૦૪.૨૦૨૧ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ  @ ૩૪૧૭૯ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૩૮૦૮ પોઈન્ટના પ્રથમ અને ૩૩૬૭૬ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૩૪૩૪૦ પોઈન્ટ થી ૩૪૪૭૪ પોઈન્ટ, ૩૪૫૦૫ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૪૫૦૫ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

  • એસીસી લિમિટેડ ( ૧૯૨૩ ) :- સિમેન્ટ & સિમેન્ટ પ્રોડક્ટ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૯૦૯ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૮૮૮ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૯૪૪ થી રૂ.૧૯૫૦ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૯૬૫ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
  • ગોદરેજ પ્રોપર્ટીઝ ( ૧૪૦૨ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૩૮૭ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૩૭૩ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૪૧૮ થી રૂ.૧૪૩૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
  • એચસીએલ ટેકનોલોજી ( ૧૦૦૫ ) :- રૂ.૯૮૮ નો પ્રથમ તેમજ રૂ.૯૭૭ ના બીજા સપોર્ટથી ટેકનોલોજી રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૦૨૩ થી રૂ.૧૦૪૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
  • મહિન્દ્રા & મહિન્દ્રા ( ૮૧૨ ) :- કાર & યુટીલીટી વિહિકલ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૮૩૦ થી ૮૩૮ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૭૮૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • સન ફાર્મા ( ૬૧૪ ) :- રૂ.૦૫ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૬૦૩ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક ફાર્મા આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૬૨૩ થી રૂ.૬૩૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
  • એચડીએફસી બેન્ક ( ૧૫૦૪ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ બેન્ક સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૫૩૩ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૪૮૭ થી રૂ.૧૪૭૪ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૫૪૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • બાટા ઇન્ડિયા ( ૧૪૩૨ ) :- રૂ.૧૪૬૦ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૪૭૩ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૧૪૧૭ થી રૂ.૧૪૦૪ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૪૮૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
  • મુથુત ફાઈનાન્સ ( ૧૨૧૯ ) :- ફાઈનાન્સ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૨૪૪ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૨૦૩ થી રૂ.૧૧૯૦ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!
  • સિપ્લા લિમિટેડ ( ૮૨૩ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફાર્મા સેક્ટરનો આ સ્ટોક રૂ.૮૩૮ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૮૦૮ થી રૂ.૭૯૭ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૮૪૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • ગ્લેનમાર્ક ફાર્મા ( ૪૮૫ ) :- ૫૦૫ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૫૧૩ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૪૭૪ થી રૂ.૪૬૪ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૫૨૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular