રાજયમાં આગામી પાંચ દિવસ હિટવેવની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. તો બીજી તરફ રાજયના પંચમહાલ, મહીસાગર સહિતના વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ સાથે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો.
રાજયમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે. જેને જોઇને લાગુ છે કે, આ વખતે ઉનાળો આકરો સાબિત થશે. હાલ રાજયના મોટાભાગના શહેરમાં 40 ડિગ્રીથી તાપમાન જોવા મળે છે જેને લઇને હવામાન વિભાગે આગાહી કરી છે. જેમાં રાજયમાં આવનારા પ દિવસ દરમ્યાન ગરમીનો પારો 42 ડિગ્રી પાર કરી શકે છે. સાથે આવનારા ર દિવસોમાં સૌરાષ્ટ્ર-કચ્છના, ગીર, સોમનાથ, કચ્છ, પોરબંદર અને રાજકોટમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગે જણાવ્યા છે કે, ગરમીનો પારો 43ને પાર કરી શકે છે. માટે લોકોને અપીલ છે કે, જરૂર વગર ઘરની બહાર ન નિકળે. સાથે રાજયના 9 શહેરોમાં ગરમીનો પારો આજે 40 થી 42 ડિગ્રી રહ્યો છે. જેમાં ભૂજ, રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર, મહુવા, કેશોદ, અમદાવાદ, ડીસા અને ગાંધીનગરનો સમાવેશ થાય છે. આવી જ ગરમી જો રહેશે તો આ વખતે ગરમીના પડશે તો શહેરીજનોને ઘણી તકેદારી રાખવી પડશે.