પાનકાર્ડને આધાર સાથે જોડવાની આજે એટલે કે 31 માર્ચ છેલ્લી તારીખ છે. જો આજે તમે પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંગ નહીં કરાવો તો 1 એપ્રિલથી તમારું પાન કાર્ડ ઇનએક્ટિવ થઈ જશે. એટલું જ નહીં આવકવેરા કાયદા અનુસાર જો નક્કી મર્યાદાની અંદર આધાર સાથે પાન કાર્ડને લિંક નહીં કરાવવામાં આવે તો 1000 રૂપિયા દંડની પણ જોગવાઈ થઈ શકે છે.
આ રીતે પાનકાર્ડને આધારકાર્ડ સાથે લિંક કરી શકાશે
- સૌથી પહેલા ઇન્કમ ટેક્સની વેબસાઇટ www.incometaxindiaefiling.gov.in પર જાઓ.
- આધાર કાર્ડમાં આપેલું નામ, પાન નંબર અને આધાર નંબર એન્ટર કરો.
- આધાર કાર્ડમાં ફક્ત જન્મનું વર્ષ મેન્શન થાય તો સ્કાયર ટિક કરો.
- હવે કેપ્ચા કોડ એન્ટર કરો.
- હવે Link Aadhaar બટન પર ક્લિક કરો.
- તમારું પાનકાર્ડ આધારકાર્ડ સાથે લિંક થઇ જશે.
SMS મોકલીને પણ પાનકાર્ડને આધારકાર્ડ સાથે લિંક કરી શકાશે
તમારા ફોનમાં મેસેજ ઓપ્શનમાં UIDPAN લખીને તેના પછી 12 અંકનો આધાર નંબર લખવાનો રહે છે અને તેના પછી 10 અંકનો પિન નંબર. હવે સ્ટેપ 1માં કહ્યા અનુસાર 567678 કે 56161 પર મોકલી શકો છો.