રાજકોટ કોર્પોરેટ કચેરીમાં ફરજ બજાવતા અને સુરેન્દ્રનગરના તત્કાલીન અધિક્ષક ઇજનેરે પોતાના હોદ્દાનો દૂરઉપયોગ કરી બે ઉદ્યોગોમાંથી પકડાયેલ વીજચોરીના કેસનું કરોડો રૂપિયાનું બીલ મામુલી રકમનું કરી પીજીવીસીએલને કરોડો રૂપિયાનું નુકશાન કરવા બદલ ઇજનેરને શો-કોઝ નોટીસ ફટકારવામાં આવતાવીજ કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે.
દસાડા નજીક આવેલ અબાજ ફૂડ પ્રા.લી. નામની પેઢીમાં બે વર્ષ પહેલા 2018માં વીજ ટીમે ચેકીંગ કર્યું હતું. ચેકીંગમાં વીજચોરી ખૂલતા પેઢીને 135 એકટ હેઠળ રૂા.3.64 કરોડનું બીલ ફટકારવામાં આવ્યું હતું. તપાસમાં અબાજ ફૂડમાં એચ.ટીનું કનેકશન હતું. પરંતુ ઓછા એમ.એફ દર્શાવી વીજચોરી કરવામાં આવતી હતી. આથી અબાદ ફૂડને તફાવતનું 4,11,55,839 કરોડનું બીલ આપવામાં આવ્યું હતું.
આ બીલમાં સુરેન્દ્રનગરના તત્કાલીન ઇજનેર એસ.આર.રાડાએ અબાદ ફૂડને તગડી રાહત આપી બીલ માત્ર રૂા.5 લાખનું કરી દેવામાં આવ્યું હતું. આ બનાવની જાણ વડી કચેરીને થતા ઇજનેરને શો-કોઝ નોટીસ ફટકારી ખુલાસો કરવા તાકીદ કરી છે.
આ મામલો હજુ શાંત પડયો નથી ત્યાંઇજનેરનું વધુ એક કારસ્તાન બહાર આવ્યું છે. ઇજનેર એસ.આર.રાડાને ભાવનગર ડિવીઝનના ચીફ ઓફિસરે અન્ય એકપાવરચોરીનાબીલમાં લાખોની રાહત આપવાના કેસમાં વધુ એક નોટીસ ફટકારતા વીજ કર્મચારીઓમાં ચર્ચા જાગી છે.
લખપત નજીક આવેલ પટેલ આઇપર કોન ઇન્ડસ્ટ્રીઝમાં 2018માં વીજ ચેકીંગ ટૂકડી ત્રાટકી હતી. જેમાંથી વીજચોરી પકડાઇ હતી. આથી ઇન્ડસ્ટ્રીઝને રૂા.36 લાખનું બીલ ફટકારવામાં આવ્યું હતું. પરંતુ ઔદ્યોગિક એકમે બીલની રકમમાં માફી આપવાની માંગણી કરતા ઇજનેરે 36 લાખું બીલ રૂા.3 લાખનું કરી દિધું હતું. આ કેસમાં પણ વીજકંપનીને આર્થિક નુકસાન થયાનું માલુમ થતા ભાવનગરના ચીફ ઇજનેર પી.એન.અંજાકીયાએ ગત તા. 20 ના રોજ રાજકોટ ફરજ બજાવતા ઇજનેર એસ.આર.રાડાને શો-કોઝ નોટીસ ફરટકારી છે.
બીન આધારભૂત સુત્રોના જણાવ્યા પ્રમાણે એક સાથે બબ્બે કેસ ઉખળતા ઇજનેર એસ.આર.રાડા રજા ઉપર ઉતરી ગયા હોવાની ચર્ચાવીજ કચેરીમાં થઇ રહી છે. ખાતાકીય તપાસ શરૂ થતા વીજ કચેરીમાં આ પ્રકરણની ગરમાંગરમ ચર્ચા થઇ રહી છે.
ઇજનેર એસ.આર.રાડાએ જણાવ્યું હતું કે, વીજબીલ અંગે નોટીસ મળી છે આ માટે મારો ખુલાસો પુછવામાં આવ્યો છે અત્યારે હુ રજા ઉપર હોવાથી આ બાબતે વધુ કશું કહેવું નથી.