એભિનેતા સુશાંત સિંહ રાજપુતના મૃત્યુ બાદ ડ્રગ્સ કેસમાં એનસીબી દ્રારા અત્યાર સુધી અનેક લોકોની પુછપરછ અને ધરપકડ કરવામાં આવી છે. જયારે એનસીબીને આજે વધુ એક સફળતા મળી છે. આઠ કલાકની પૂછપરછ બાદ એજાઝ ખાનની એનસીબીએ ધરપકડ કરી લીધી છે.
ડ્રગ કેસમાં એનસીબીની કાર્યવાહી ચાલી રહી છે ડ્રગ્સ કેસમાં ડ્રેગ પેડલર શાદાબ બટાટાની ધરપકડ બાદ મોડી રાતે એક્ટર એજાઝ ખાનનું નામ આવ્યું હતું. જે બાદ એનસીબીએ એજાઝ ખાનની અટકાયત કરી હતી. અને આખી રાત પૂછપરછ કર્યા બાદ આજે સવારે તેની ધરપકડ કરી લેવામાં આવી છે. એજાઝ ખાનને ગત રાતે રાજસ્થાનથી મુંબઈ પાછા ફર્યા બાદ એનસીબીએ અટકાયતમાં લીધો હતો. આજે તેને NDPS કોર્ટમાં રજુ કરાશે.આ અગાઉ પણ વર્ષ 2018માં નવી મુંબઈ પોલીસ દ્રારા ડ્રગ્સ કેસમાં એજાઝની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે તેના પાસેથી લગભગ 1 લાખ રૂપિયાનું એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું.
શાદાબ બટાટા પર મુંબઈના બોલીવુડ સેલેબ્સને ડ્રગ્સ સપ્લાય કરવાનો આરોપ છે. શાદાબ બટાટા મોટા ડ્રગ પેડલર ફારુક બટાટાનો પુત્ર છે. શાદાબની ધરપકડ વખતે લગભગ 2 કરોડનું ડ્રગ્સ મળ્યું હતું. આ અગાઉ પણ એજાઝની ફેસબુક પર વિવાદિત પોસ્ટ કરવાના મામલે ધરપકડ કરવામાં આવી હતી.તે બીગબોસ સીઝન 7માં પણ ભાગ લઇ ચુક્યો છે. કપિલશર્મા શો ને લઈને ટીપ્પણી કરવા મામલે પણ તે ચર્ચામાં આવ્યો હતો.