Monday, December 23, 2024
Homeરાજ્યગુજરાતપર્વતો-જંગલમાં લાગતી આગ પાછળ પણ ‘કાવતરાં’ હોય છે ?!

પર્વતો-જંગલમાં લાગતી આગ પાછળ પણ ‘કાવતરાં’ હોય છે ?!

- Advertisement -

અરવલ્લી જિલ્લામાં આવેલા ડુંગર અને જંગલમાં આગ લાગવાની ઘટનાઓ પર્યાવરણ સાથે માનવ વસાહત માટે ભયજનક બની રહી છે. અરવલ્લી વન વિભાગ તંત્ર પાછળ સરકાર કરોડો રૂપિયા પગાર પેટે આંધણ કરી રહી છે. તેમ છતાં અરવલ્લીની ગિરીમાળાઓ અને જંગલોમાં સતત લાગી રહેલી રહસ્યમય આગની ઘટનાઓએ અનેક શંકા કુંશંકાઓ સર્જી છે.

- Advertisement -

મોડાસાના કુડોલ ગામને અડીને આવેલા ડુંગર પર આગ લાગતા નજીકના રહેણાંક વિસ્તારોમાં રહેતા લોકો કફડી ઉઠયા હતા. શામળાજીના શામળપુર અને રૂદરડીના જંગલમાં લાગેલી આગ 48 કલાક પછી પણ કાબૂમાં ન આવતા 02 કિમીથી વધુના વિસ્તારમાં પ્રસરતા લોકો ભયભીત બન્યા છે. વનવિભાગ તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં પોઢી રહ્યું હોય તેમ છેલ્લા સપ્તાહમાં 5 થી વધુ ડુંગર અને જંગલમાં આગ લાગવાની ઘટનામાં વનરાજી બળીને ખાખ થઇ હતી. વનવિભાગ તંત્રના ઉચ્ચ અધિકારીઓ એસી ચેમ્બરમાં બેસી અરવલ્લીની ગિરીમાળાઓ પર લાગી રહેલી રહસ્યમય આગ પર તાગ મેળવવામાં સંપૂર્ણ નિષ્ફળ રહ્યા હોય તેમ સતત આગની ઘટનાઓ બની રહી છે. જંગલમાં લાગેલી આગથી સતત અરવલ્લી જિલ્લામાં ડુંગર વિસ્તાર અને જંગલમાં લાગતી આગથી વનસંપદા સહિત વન્ય પ્રાણીઓ અને પક્ષીઓને પણ મોટાપાયે નુકશાન થઇ રહ્યું છે.
અરવલ્લી જિલ્લામાં ઉનાળાની શરૂઆતમાં જ દાવાનળની ઘટના શરૂ થઇ ચુકી છે, પણ વન વિભાગ ધોર નિદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે. હાલમાં ગોરીટિબા, રાજકોટસહિત શામળાજીના જંગલોમાં આગની ઘટનાઓ બનવા લાગી ગઇ છે. પણ વન વિભાગ દ્વારા કોઇ જ કાળજી ન રાખવામાં આવતી હોય તેવું લાગી રહ્યું છે.

દર વર્ષની માફક આ વર્ષે પણ દાવાનળની ઘટનાઓ શરૂ થઇ છે. ત્યારે અનેક સવાલો ઉઠી રહ્યા છે. કે દાવાનળએ કુદરતી છે કે કૃત્રિમ. જો કુદરતી હોય તો અમુક સંજોગોમાં આગ લાગી શકે.પણ અહીં તો દર વર્ષેઆવી ઘટનાઓ બનતી હોય છે, પણ તકેદારીના કોઇ જ પગલા લેવામાં નથી આવતા. ત્યારે વનરાજીને બચાવવા કરતા તેના વિનાશની રાહ વનવિભાગ જોઇ રહ્યું હોય તો નવાઇ નહીં.

- Advertisement -

અરવલ્લી જિલ્લાના ડુંગરો પર લાગતી આગની ઘટનાને પગલે લોકચર્ચા જાગી છે કે, આ સમગ્ર ઘટનાઓ કોલસો પાડવાનો એક કારસો છે. કારણ કે, ઘટના એક કે બે વખત લાગે પણ આવી ઘટનાઓ જિલ્લાના વિવિધ ડુંગરો પર લાગે છે તો શું એમ કહી શકાય કે, વનવિભાગને આગની ઘટનાઓ રોકવામાં જરાય રસ નથી? જો વનવિભાગને આગની ઘટનાઓ રોકવામાં રસ હોય તો આગ લાગે છે કેમ તે એક સવાલ છે.

અરવલ્લી જિલ્લાના ડુંગરો પર લાગતી આગની ઘટનાને પગલે જિલ્લા કલેકટરે તપાસ સમિતી રચવી જોઇએ અને દર વર્ષે લાગતી આગની ઘટનાઓ પાછળનું કારણ શું છે તે જાણવું જોઇએ. કારણ કે, દર વર્ષે દાવાનળની ઘટનાઓને પગલે વનરાજી બળીને ખાક થઇ જાય છે અને પર્યાવરણને પણ નુકસાન પહોંચે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular