Friday, December 5, 2025
Homeસમાચારઆંતરરાષ્ટ્રીયકોરોનાથી બચવા માટે બજારમાં આવ્યા માત્ર “નોઝ માસ્ક”

કોરોનાથી બચવા માટે બજારમાં આવ્યા માત્ર “નોઝ માસ્ક”

લોકો કોરોનાની મહામારીથી પણ માસ્ક પહેરવાને લઇને વધુ કંટાળ્યા છે. ત્યારે વિદેશમાં હવે માત્ર નાક માટેના જ માસ્ક આવ્યા છે. જેના લીધે લોકોને સરળતા રહેશે.  મેકિસકોના સંશોધકોએ એવું નાનું માસ્ક બનાવ્યું છે જે માત્ર નાકને ઢાંકે છે અને ખાવા-પીવા માટે મોંને ખુલ્લુ રાખે છે. આ સંશોધકોનો દાવો છે કે આ માસ્ક ખાતી-પીતી વખતે કોરોના વાઈરસના જોખમને ઘટાડી નાંખે છે. 

- Advertisement -

મેક્સિકોમાં કોરોના વાયરસની મહામારી વચ્ચે સંશોધકોએ નવો વિકલ્પ અપનાવ્યો છે. સંશોધનકારોએ હવે ફક્ત નોઝ માસ્ક બનાવ્યા છે. તેઓ કહે છે કે જ્યારે તમે ખાવ છો ત્યારે આ માસ્ક COVID-19 ના સંક્રમણનું  જોખમ ઘટાડે છે. જ્યારે તમે ખાવા અથવા વાત કરવા માંગતા હો ત્યારે સામાન્ય માસ્ક દૂર કરવું પડે છે. પરંતુ નોઝ માસ્ક જમતી વખતે ઉતારવાની જરૂર નથી. માટે જમતી વખતે કોરોનાનો ખતરો થોડો ઘટી શકે છે. પરંતુ કોરોના આંખ,નાક અને મો દ્રારા ફેલાય છે. જ્હોન્સ હોપકિન્સ યુનિવર્સિટીના જણાવ્યા અનુસાર, કોષો કે જે લોકોને ગંધ આપે છે તે કોરોના વાયરસના શરીરમાં પ્રવેશવા માટેના મહત્વપૂર્ણ સ્થાનો છે. આ કિસ્સામાં, નાકને કવર ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો કે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ) લોકોને ફેસ માસ્ક પહેરવાની સલાહ આપે છે જેમાં નાક, મોં અને આખા ચહેરાને આવરી લેવામાં આવે છે. ખાવા-પીવા દરમિયાન માસ્ક ઉતારવું પડે છે તે દરમ્યાન નાક ખુલ્લુ રહેવાથી કોરોના વાઈરસ ઘુસી જવાનો ભય રહે છે. આ ખતરો ઓછો થાય તે માટે નોઝ માસ્ક બનાવવામાં આવ્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular