Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયપ.બંગાળ-આસામમાં આવતીકાલે પ્રથમ તબક્કાનું મતદાન

પ.બંગાળ-આસામમાં આવતીકાલે પ્રથમ તબક્કાનું મતદાન

પશ્ર્ચિમ બંગાળમાં 30 અને આસામમાં 47 વિધાનસભા બેઠક માટે શનિવારે મતદાન : બંગાળમાં ચૂંટણી પૂર્વે એક આઇએએસ અને 4 આઇપીએસની બદલી

- Advertisement -

પશ્ચિમ બંગાળમાં 27 માર્ચે પ્રથમ તબક્કા હેઠળ 30 વિધાનસભા બેઠકો પર મતદાન થવાનું છે. પ્રથમ તબક્કાની આ ચૂંટણી માટેનો પ્રચાર આજે સાંજે પાંચ વાગ્યે સમાપ્ત થઇ ગયો હતો. 30 વિધાનસભા બેઠકોમાં આદિવાસીઓની વધુ વસ્તી ધરાવતા પુરૂલિયા, પંકુરા, ઝાડગમ, પૂર્વ મિદનાપુર (ભાગ-1) અને પશ્ચિમ મિદનાપુર (ભાગ-1)નો સમાવેશ થાય છે.

- Advertisement -

પ્રથમ તબક્કાની ચૂંટણી માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ, ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ, ભાજપ પ્રમુખ જગત પ્રકાશ નડ્ડા, સ્મૃતિ ઇરાની સહિતના સ્ટાર પ્રચારકોએ પ્રચાર કર્યો હતો. આસામમાં પણ 27 માર્ચે પ્રથમ તબક્કા હેઠળ 47 વિધાનસભા બેઠકો પર મતદાન થવાનું છે. પ્રથમ તબક્કાની આ ચૂંટણી માટેનો પ્રચાર આજે સાંજે પાંચ વાગ્યે સમાપ્ત થઇ ગયો હતો. શનિવારે થનારા મતદાનમાં 264 ઉમેદવારોનું ભાવિ ઇવીએમમાં સીલ થશે.

આસામના ચૂંટણી પ્રચારમાં સીટિઝનશીપ એમેન્ડમેન્ટ એક્ટ, 2019નો અમલનો મુદ્દો છવાયેલો રહ્યો હતો. જે પી નડ્ડાએ સીએએનો અમલ કરવાનું નિવેદન આપ્યા પછી સમગ્ર રાજ્યમાં મોટા પ્રમાણમાં દેખાવો થયા હતાં. આ દેખાવોમાં રાજકીય પક્ષો અને વિદ્યાર્થી સંગઠન એએએસયુએ પણ ભાગ લીધો હતો. બીજી તરફ કોંગ્રેસે વચન આપ્યું છે કે જો તે સત્તામાં આવશે તો તે સીએએનો અમલ કરશે નહીં. ભાજપ આસામમાં આાસામ ગણ પરિષદ(એજીપી) સાથે મળીને ચૂંટણી લડી રહ્યો છે. આ દરમિયાન પશ્ચિમ બંગાળમાં પ્રથમ તબક્કાની ચૂંટણીના બે દિવસ અગાઉ એક આઇએએસ અને ચાર આઇપીએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular