જામનગર તાલુકાના સચાણા ગામમાં રહેતી મહિલાને તેણીના પતિ દ્વારા માર મારતા લાગી આવતા કેરોસીન રેડી આપઘાત કર્યાના બનાવમાં અદાલતે મૃતકના પતિને ત્રણ વર્ષની સજા અને 1000 રૂપિયા દંડ ફટકારવાનો આદેશ કર્યો હતો.
આ કેસની વિગત મુજબ જામનગર જિલ્લાના સચાણા ગામમાં રહેતા અવેશ અલારખા ગંઢાર નામના શખ્સ દ્વારા તેની પત્નીને માર મારતા લાગી આવતા પત્નીએ શરીર પર કેરોસીન રેડી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જ્યાં તેણીનું મોત નિપજ્યું હતું. મૃતકએ આપેલા મરણોન્મુખ નિવેદનમાં તેના પતિએ માર મારતા આપઘાત કર્યાનું જણાવ્યું હતું. જેથી પંચે પોલીસે આઇપીસી કલમ 306, 498-એ અને 323 મુજબ ગુનો નોંધી અવેશની ધરપકડ કરી હતી. આ કેસ ચાલી જતા સેશન્સ કોર્ટમાં 11 સાહેદો અને 25 દસ્તાવેજી પુરાવાના આધારે તથા સરકારી વકીલ રાજેશ વશીયરની દલીલો તેમજ હાઇકોર્ટ અને સુિ5્રમ કોર્ટના ચુકાદાઓ રજૂ કરાયા હતાં. ઉપરાંત મૃતકના માતા-પિતા દ્વારા તેઓના જમાઇ અવેશની તરફેણમાં જુબાની આપવામાં આવી હોવા છતાં આ કેસમાં અદાલતે આરોપીને તકસીરવાન ઠેરવી આઇપીસી 306 અન્વયે ત્રણ વર્ષની સખ્ત કેદ અને 1000 નો દંડ તથા 498-એ અન્વયે એક વર્ષની સજા તેમજ 323 અન્વયે છ માસની કેદની સજા ફટકારવાનો આદેશ કર્યો હતો.