Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયદેશમાં 24 કલાકમાં કોરોનાના કેસ 40,000 નજીક : 154 મૃત્યુ

દેશમાં 24 કલાકમાં કોરોનાના કેસ 40,000 નજીક : 154 મૃત્યુ

- Advertisement -

લગાતાર નવ દિવસથી કોરોનાના સક્રિય કેસોમાં રોજ સવાર ઊગે અને વિક્રમસર્જક વધારાનાં પગલે ભારતીય જનજીવનના શ્વાસ અદ્ધર થઈ ગયા છે. ભારતમાં શુક્રવારે 110 દિવસમાં સર્વાધિક 39,726 નવા કેસ સામે આવતાં સંક્રમિતોની કુલ સંખ્યા 1 કરોડ, 15 લાખને પાર પહોંચી ગઈ છે.સૌથી વધુ સંકટગ્રસ્ત મહારાષ્ટ્રમાં 11 સપ્ટેમ્બર પછી સૌથી વધુ 25,833 નવા કેસ સામે આવતાં લોકોના જીવ તાળવે ચોંટી ગયા છે. દેશમાં શુક્રવારે વધુ 154 દર્દી ‘કોરોનાનો કોળિયો’ બની જતાં મરણાંક વધીને 1,59,370 થઈ ગયો છે. જો કે, મૃત્યુદર ઘટીને 1.38 ટકા થઈ ગયો છે.

- Advertisement -

ભારતમાં સક્રિય કેસોમાં 18,918 દર્દીનો વિક્રમી વધારો થતાં આજની તારીખે કુલ 2,71,282 સંક્રમિતો સારવાર હેઠળ છે. રોજિંદા કેસોમાં વિક્રમસર્જક વધારાનો દોર સતત જારી રહેતાં કુલ સંક્રમિતોની સંખ્યા સામે સક્રિય કેસોનું પ્રમાણ વધીને 2.36 ટકા થઈ ગયું છે. બીજીતરફ, દેશમાં વધુ 20,654 દર્દી ઘાતક વાયરસ સામે જંગ જીતી જતાં સાજા થયેલા સંક્રમિતોની સંખ્યા 1 કરોડ, 10 લાખ, 83,679 થઈ ગઈ છે.

સાજા દર્દીનો દર એટલે કે, રિકવરી રેટ આજે વધુ ઘટીને 96.26 ટકા થઈ ગયો છે. ભારતીય તબીબી સંશોધન પરિષદ (આઈસીએમઆર)ના આંકડા અનુસાર દેશમાં અત્યાર સુધી 23 કરોડ, 13 લાખથી વધુ ટેસ્ટ થઈ ચૂક્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular