Sunday, December 22, 2024
Homeરાજ્યગુજરાતઅમદાવાદ-સુરતમાં રાત્રી કર્ફ્યુંમાં વધારો, આ શહેરમાં ટ્યુશન ક્લાસ બંધ કરાયા

અમદાવાદ-સુરતમાં રાત્રી કર્ફ્યુંમાં વધારો, આ શહેરમાં ટ્યુશન ક્લાસ બંધ કરાયા

- Advertisement -

ગુજરાતમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. તેવા,માં સુરત અને અમદાવાદમાં રાત્રી કર્ફ્યુંમાં વધારો કરવામાં આવ્યો છે. સુરત અને અમદાવાદમાં રાત્રીના 9 થી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યું રહેશે. કર્ફ્યુંમાં 1 કલાકનો વધારો કરી દેવામાં આવ્યો છે. તો વડોદરામાં પણ વધી રહેલા કોરોના સંક્રમણના લીધે ટ્યુશન ક્લાસ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

- Advertisement -

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત વધી રહેલા કોરોનાના સંક્રમણના લીધે અમુક જીલ્લાઓમાં આંશિક લોકડાઉન જેવી સ્થિતિ સર્જાઈ છે.  ત્યારે સુરતમાં શાળા-કોલેજો અને ટ્યુશન ક્લાસ પણ બંધ કરી દેવામાં આવ્યા છે. તો અમદાવાદ અને સુરતમાં બાગ,બગીચાઓ,સ્પોર્ટ્સ સંકુલ, પ્રાણી સંગ્રહાલય, સીટી બસ સેવા પણ અચોક્કસ મુદ્દત સુધી બંધ કરી દેવામાં આવ્યા છે. જયારે વડોદરામાં ટ્યુશન ક્લાસ બંધ કરવામાં આવ્યા છે. શનીવાર અને રવિવારના રોજ આ બંને શહેરોમાં મોલ અને સિનેમાગૃહો પણ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જેથી કોરોનાનું સંક્રમણ ફેલાતું અટકાવી શકાય.

કોરોનાના કહેર વચ્ચે 20 માર્ચ પછી લેનાર તમામ પરીક્ષાઓ પણ રદ કરવામાં આવી છે. અને શાળા કોલેજોની પરીક્ષાઓ ઓનલાઈન લેવામાં આવશે તેવું શિક્ષણમંત્રી દ્રારા જણાવવામાં આવ્યું છે.ગુજરાત સહીત દેશભરમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. કોરોના ભારતમાં પ્રવેશ્યાને એક વર્ષ થઇ ચુક્યું છે. ત્યારે ફરી એક વર્ષ પહેલા કોરોનાની જે સ્થિતિ હતી તે નિર્માણ પામી રહી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular