Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયહવેથી ડ્રોન ઉડાડવું હશે તો લાયસન્સ સાથે કરવું પડશે આ નિયમોનું પાલન,...

હવેથી ડ્રોન ઉડાડવું હશે તો લાયસન્સ સાથે કરવું પડશે આ નિયમોનું પાલન, નહિતર થશે સજા

- Advertisement -

સરકારે ડ્રોન ઉડાડવા માટે શુક્રવારે નવા નિયમો જાહેર કર્યા છે. જેથી હવે તમે નિયમોનું ઉલ્લંઘન કરીને ડ્રોન ઉડાડ્યું તો કાર્યવાહી માટે તૈયાર રહેવું પડશે. હવે નવા નિયમો હેઠળ 250 ગ્રામથી વધુ વજનના રિમોટ દ્વારા સંચાલિત ડ્રોન ડાયરેક્ટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)ની પરવાનગી બાદ જ ઉડાવી શકાશે.  તાલીમ અને લાઈસન્સ વગર ડ્રોન ઉડાડવાના સંજોગોમાં રૂપિયા 25 હજાર સુધીનો દંડ થઈ શકે છે. રિમોટ પાયલટ લાઈસન્સ માટે લઘુત્તમ 18 વર્ષની ઉંમર, ધોરણ દસ સુધીનો અભ્યાસ, તબીબી રીતે ફીટ હોવા ઉપરાંત સરકારી પરીક્ષા પણ પાસ કરવી જરૂરી બનશે.

- Advertisement -

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ડ્રોન તૈયાર કરવા, વેચાણ-ખરીદી, ઓપરેશનને લગતા નિયમોને લગતા નિયમો જાહેર કર્યા છે. માનવ રહિત વિમાન પ્રણાલી નિયમ 2021 અંતર્ગત ડ્રોનના ઉપયોગને લઈને વ્યક્તિગત, વ્યવસાય સાથે રિસર્ચ, ટેસ્ટિંગ, પ્રોડક્શન અને તેના ઈમ્પોર્ટને લઈને નિયમો જાહેર કરાયા છે. નેનો ડ્રોનની ગતિ 15 મીટર પ્રતિ સેકન્ડ હોવી જોઈએ. તેમજ 100 મીટર પ્રતિ સેકન્ડ ગતિ ધરાવતા ડ્રોન રિમોટથી સંચાલિત હોવા જોઈએ, જેને આગામી કેટેગેરીમાં સ્થાન આપવામાં આવ્યું છે. 250 ગ્રામથી 2 કિલો વજન સુધીના ડ્રોનને માઈક્રો ડ્રોનની કેટેગરીમાં રાખવામાં આવ્યા છે. જેની ઉડાન માટે મંજૂરી લેવી પડશે.

માનવ રહિત વિમાન પ્રણાલી નિયમ 2021 અંતર્ગત હવેથી ડ્રોનની અનધિકૃત આયાત, ખરીદ, વેચાણ, ભાડે આપવું દંડનીય હશે. એટલું જ નહીં ડ્રોન ઉડાવનાર પાસે રિમોટ પાઇલટનું લાઇસન્સ આવશ્યક કરી દેવાયું છે, જો લાઇસન્સ નહીં હોય તો ગુન્હો ગણાશે. રેક ડ્રોનની ફ્લાઈટ માટે ઓનલાઈન પરવાનગી મેળવવી પડસે. નેનો ડ્રોન ઉપરાંત બંધ સંકુલોમાં કોઈ પણ વ્યક્તિ ડ્રોન ઉડાડી શકશે નહીં. ડ્રોન ખોવાઈ જવા, તૂટી જવા અંગે સરકારને માહિતી આપવાની રહેશે. પ્રતિબંધિત વિસ્તારોમાં ઉડાડવા અને ફોટોગ્રાફી પણ પ્રતિબંધિત રહેશે. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular