Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયખાદ્યતેલોના ભાવોમાં નવેસરથી ભડકો!

ખાદ્યતેલોના ભાવોમાં નવેસરથી ભડકો!

સનફલાવરનો ભાવ સિંગતેલથી પણ વધુ: સોયાબીન-પામતેલના ભાવો પણ નવી ટોચે: કપાસિયામાં ગૃહિણીઓએ નવાં આશ્ર્વર્યજનક ભાવો સાંભળ્યા

- Advertisement -

ખાદ્યતેલોમાં સપ્લાય સામે ઊંચી માગને જોતાં ભાવોમાં ભડકો થયો છે અને તમામ પ્રકારના ખાદ્યતેલોના ભાવ તેમની વિક્રમી સપાટી પર બોલાયા છે. સોમવારે સિંગતેલના બાદ કરતાં અન્ય તમામ ખાદ્યતેલના ભાવ 3 ટકા સુધી ઊછળ્યા હતા. જ્યારે અંતિમ એક સપ્તાહમાં ખાદ્યતેલોના ભાવ 7-8 ટકા જેટલા ઊછળી ચૂક્યાં છે. વૈશ્વિક સ્તરે બેલેન્સશીટ ટાઈટ છે અને ભારત-ચીન જેવા દેશોની ઊંચી માગ જોતાં ખાદ્યતેલોના ભાવમાં મોટા ઘટાડાની શક્યતા જોવાઈ રહી નથી.

- Advertisement -

સોમવારે કંડલા ખાતે સોયા રિફઈન્ડ તેલના રૂ. 1235-1235(10 કિગ્રા) બોલાયા હતા. જે ગયા સપ્તાહના અંતે રૂ. 1190-1200 પર ટ્રેડ થઈ રહ્યા હતા. આમ એક દિવસમાં 10 કિગ્રાએ રૂ. 35-36નો ઉછાળો નોંધાયો હતો. દેશમાં સૌથી વધુ આયાત થતાં પામતેલની વાત કરીએ તો કંડલા ખાતે રિફાઈન્ડ પામ તેલના ભાવ 1190-1200 બોલાયા હતા. જે ગયા સપ્તાહે અંતિમ બે દિવસોમાં રૂ. 1150 પર ટ્રેડ થતું હતું. સ્થાનિક બજારમાં કડી અને સૌરાષ્ટ્ર ખાતે કપાસિયા રિફઈન્ડના ભાવ રૂ. 1230 સુધી બોલાયા હતા. આમ તમામ સાઈડ તેલોના ભાવ 10 કિગ્રાના રૂ. 30-40ના ઉછાળા સાથે તેમની સર્વોચ્ચ સપાટી પર આવી ગયા હતા. રાયડા એક્સપેલરના ભાવ પણ રૂ. 1210-1220 હોવાનું વર્તુળો જણાવતાં હતાં.

રાયડામાં સિઝન હજુ શરૂ થઈ છે અને તેથી તમામ પાક ખેડૂતો પાસે પડયો છે. ખાદ્યતેલોમાં તાજેતરની તેજીનો લાભ ખેડૂતોને મળે એવી શક્યતા જોવામાં આવે છે. ખાદ્યતેલોમાં તેજી પાછળ રાયડાનો ભાવ રૂ. 1000(20 કિગ્રા)ની સપાટીને પાર કરી ગયો છે. નવી સિઝનમાં દેશમાં 80 લાખ ટન આસપાસ રાયડાનું વિક્રમી ઉત્પાદન જોવા મળે તેવી શક્યતા છે.

- Advertisement -

કંડલા સ્થિત રિફઈનર જણાવે છે કે વૈશ્વિક બજારમાં ચાલુ વર્ષે બેલેન્સશીટ ટાઈટ છે. બીજી બાજુ ચીન અને ભારતની માગ ઊંચી છે. ભારતે ગયા વર્ષે નીચી આયાત નોંધાવી હતી. જોકે મહામારીને કારણે વપરાશ ઘટયો હતો અને તેથી આમ જોવા મળ્યું હતું. આગામી મહિનાઓમાં ભારતની આયાતમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળશે. જેની પાછળ વૈશ્વિક બજારમાં ભાવ ઊંચા જળવાશે. જેની સ્થાનિક ભાવ પર અસર પડશે. ભારત તેની 70 ટકાથી વધુ ખાદ્યતેલ જરૂરિયાત આયાત મારફ્તે પૂરી કરે છે. જેમાં પામતેલ મુખ્ય છે. જ્યારબાદ સોયાબિન અને સનફ્લાવર તેલનો સમાવેશ થાય છે. ચાલુ સિઝનમાં લેટિન અમેરિકામાં બ્રાઝિલ અને આર્જેન્ટિના ખાતે સોયાબિન પાકની સ્થિતિને લઈને ચિત્ર સ્પષ્ટ નથી. જેને કારણે ભાવમાં તીવ્ર વૃદ્ધિ જોવા મળી છે. સનફ્લાવર તેલના ભાવ સિંગતેલને પાર કરી ગયા છે. સોમવારે રિફાઈન્ડ સિંગતેલના ભાવ રાજકોટ ખાતે રૂ. 1490 ચાલી રહ્યા હતા. જ્યારે સનફ્લાવર ઓઈલ રૂ. 1650 બોલાતું હતું. દેશમાં મુખ્યત્વે યુક્રેન જેવા દેશો ખાતેથી સનફ્લાવર ઓઈલની આયાત કરવામાં આવે છે. ખાદ્યતેલોના ઊંચા ભાવ પાછળ દેશમાં ઉનાળુ તેલિબિયાંનું વાવેતર વધી શકે છે. સરકારની નીતિ તેલની આયાતને લઘુતમ જાળવી દેશમાં તેલિબિયાંના ભાવ ઊંચા જાળવી રાખવાની છે. જેથી ખેડૂતો સ્થાનિક સ્તરે તેલિબિયાંનું વાવેતર કરવા માટે પ્રેરાય એમ અગ્રણી મિલર જણાવે છે. જોકે આ નીતિ દેશમાં માંડ અંકુશમાં આવી રહેલા ફુગાવાને ફ્રી વકરાવી શકે છે અને વપરાશકર્તાના ખિસ્સા પર મોટા બોજારૂપ બની શકે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular