Monday, December 23, 2024
Homeરાજ્યગુજરાતબાળકી સહીત એક જ પરિવારના 6 સભ્યોએ ઝેરી દવા ગટગટાવી, ૩ના મોત

બાળકી સહીત એક જ પરિવારના 6 સભ્યોએ ઝેરી દવા ગટગટાવી, ૩ના મોત

- Advertisement -

રાજ્યમાં આપઘાતના કિસ્સાઓ દિવસે દિવસે વધી રહ્યા છે. ત્યારે વડોદરાના એક જ પરિવારના 6 સભ્યોએ ઝેરી દવા ગટગટાવીને આપઘાતનો પ્રયાસ કર્યો છે. જે પૈકી ૩ લોકોના મૃત્યુ થયા છે અને ત્રણ લોકો હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આર્થિક સ્થિતિ નબળી થતા પરિવારે સામુહિક આત્મહત્યાનો પ્રયાસ કર્યાનું તારણ સામે આવ્યું છે.

- Advertisement -

વડોદરાના  સમા વિસ્તારમાં આવેલ સ્વાતિ સોસાસટીમાં એક જ ઘરમાં રહેતા સોની પરિવારના નરેન્દ્ર સોની, ભાવિન સોની, દીપ્તિ સોની, રિયા સોની, ઉર્વશી સોની સહિતના 6 લોકોએ જંતુનાશક દવા પી લીધી હતી. જેમાં એક બાળકી તેના પિતા મળીને 3 લોકોના મોત થયા હતા. જેના લીધે અરેરાટી થવા પામી છે. પરિવારે પોતાનું મકાન અને દુકાન પણ વહેચી નાખી હતી. જેથી આર્થિક સંકડામણના કારણે આ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. આર્થિક સંકડામણના લીધે સમગ્ર પરિવાર મરવા માટે મજબુર બન્યો હોવાથી અરેરાટી મચી જવા પામી છે. આ અંગે પોલીસ વધુ તપાસ હાથ ધરી રહી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular