તા.28ના રોજ ઉના તાલુકામાં નગરપાલિકા , તાલુકા પંચાયત તથા જિલ્લા પંચાયત ની ચૂંટણી યોજાઈ હતી, જેમાં જિલ્લા પંચાયત ની 11 બેઠક, ઉના તાલુકા અને ગીર ગઢડા તાલુકા આ બન્ને તાલુકા પંચાયતની 46 બેઠક તથા ઉના નગરપાલિકાની કુલ 16 બેઠક પર ચૂંટણી યોજાઈ હતી, ઉના નગર પાલિકાની 36 સીટ પૈકી ભાજપ સિવાય ના કોંગ્રેસ, આપ તથા અપક્ષના કેટલાક ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચતા આ 36 સીટ માંથી ભાજપ ના ખાતા મા ચૂંટણી પહેલા જ 20 સીટ તો બિન હરીફ થઇ હતી, અને બાકીની 16 સીટ પર ચૂંટણી થઈ હતી જેમાંથી 02 માર્ચના મત ગણતરી થતા તેમાંથી 15 સીટ ભાજપ અને 1 સીટ અપક્ષના ખાતે આવતા ઉના નગરપાલિકામા ભાજપનો ભગવો ફરકતા કોંગ્રેસને ધોબી પછાડ મળી છે. આ ઉપરાંત તાલુકા પંચાયત તથા જિલ્લા પંચાયતમા પણ ભાજપે કોંગ્રેસના સુપડા સાફ કરી નાખ્યા. પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલએ ભાજપમાં યુવા ઉમેદવાર રાખવાનો નિર્ણય કર્યો હતો. ઉના નગરપાલિકામાં કોળી સંગઠનના યુવા પ્રમુખ અલ્પેશભાઈ બાંભણીયાને પક્ષ દ્વારા ટિકિટ આપવમાં આવી હતી. જેમાં તે 2380 મતથી વિજેતા થયા છે. જે સીટોમાં ચૂંટણી થઈ હતી તે પૈકી સૌથી વધારે મતથી વિજેતા થતા તે ઉના નગરપાલિકાના સૌથી નાની વયના વિજેતા ઉમેદવાર સાબિત થયા છે.