Monday, December 23, 2024
Homeરાજ્યગુજરાતના આ જીલ્લાઓને બજેટમાં મળી ભેંટ, દ્રારકામાં બનશે નવું હેલીપોર્ટ

ગુજરાતના આ જીલ્લાઓને બજેટમાં મળી ભેંટ, દ્રારકામાં બનશે નવું હેલીપોર્ટ

- Advertisement -

આજે નાણામંત્રી નીતિન પટેલ વિધાનસભામાં બજેટ રજુ કરી રહ્યા છે. ત્યારે બજેટમાં તેઓએ જણાવ્યું છે કે દ્રારકામાં નવું હેલીપોર્ટ બનાવવામાં આવશે. દ્રારકા સિવાય અમદાવાદ-સોમનાથ, અંબાજી,સાપુતારા અને ગીર ખાતે હેલીપોર્ટ વિકસાવાશે. યાત્રાધામના સ્થળોનો વિકાસ થાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.આ સિવાય અન્ય જીલ્લાઓને લઈને પણ નીતિન પટેલ દ્રારા જાહેરાતો કરવામાં આવી છે.

- Advertisement -

નારાયણ સરોવર ખાતે 30 કરોડના  પ્રોજેક્ટ શરુ કરવામાં આવશે.

પાવાગઢ માંચીના વિકાસ માટે 31 કરોડ ખર્ચાશે.

- Advertisement -

મહર્ષિ દયાનંદ સરસ્વતીના જન્મસ્થળ ટંકારામાં પ્રવાસન સુવિધા ઉભી કરવામાં આવશે.

ગાંધીનગર ગીફ્ટ સીટી માટે  રૂ.100 કરોડ

- Advertisement -

રાજકોટમાં પીપીપી ધોરણે નવુ બસ સ્ટેશન બનશે.

રાજકોટમાં મેડિકલ ડિવાઈસ ઈન્ડસ્ટ્રીયલ પાર્ક સ્થપાસે

નવલખી બંદર ખાતે 192 કરોડના ખર્ચ નવી જેટ્ટી બનાવાશે

કેવડિયાની આસ-પાસના 50 કિ.મીમાં કમલમ ફ્રૂટના બે લાખના વાવેતર માટે 15 કરોડની જોગવાઈ

અમદાવાદ-ગાંધીનગર-સુરત મેટ્રો માટે રૂ.568 કરોડની જોગવાઈ

રાજ્યોના ધાર્મિક અને ઐતિહાસિક મહત્વ ધરાવતાં  યાત્રાધામોના  વિકાસ માટે 154 કરોડની જોગવાઈ

રાજ્યના સરહદી વિસ્તારના વિકાસ માટે  રૂ.30 કરોડની જોગવાઈ.

સાયન્સ સિટીમાં બાળકો માટે ટોય મ્યુઝીયમ બનશે.

ડાંગના પ્રાકૃતિક રીતે ખેતી કરતા  ખેડૂતોને 10હજારની સહાય

વિધાનસભા પરિસરમાં ગુજરાતનો ઈતિહાસ દર્શાવતું સંગ્રહાલય બનશે

કોરોનામાં બંધ થયેલ ધારાસભ્યોના વિસ્તારના વિકાસ માટેની દોઢ કરોડની ગ્રાન્ટ ફરી શરુ કરવામાં આવશે.

ગાંધીનગરમાં ધારાસભ્યો માટે નવાનિવાસ સ્થાનો બનશે.

71 લાખ પરિવારોને  દિવાળી અને જન્માષ્ટમીએ રાહતદરે 1-1 લીટર કપાસિયા તેલ આપવામાં આવશે.

અમરેલી-જાંબુઘોડા વિસ્તારમાં દીપડાનું મેગા રેસ્ક્યુ સેન્ટર બનાવવામાં આવશે.

રાજ્યમાં 6 નવા આધુનિક બસ સ્ટેન્ડ બનશે, 9 બસ સ્ટેન્ડનું રીનોવેશન કરાવવામાં આવશે

મોરબી-હળવદ,  જેતપર-મોરબી, અણીયાળી-ઘાટીલા રસ્તાઓને ફોરલેન કરવામાં આવશે.

લાંચ રુશ્વત બ્યુરોમાં 199 જગ્યાઓ, એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટમાં 147 જગ્યા, રાજકોટ ટ્રાફિકમાં  184 નવી જગ્યાઓ ઉભી કરવામાં આવશે.

સુરતમાં 4 નવા પોલીસ સ્ટેશનો બનાવવામાં આવશે.

રાજ્યમાં વિવિધ રમતના મેદાન માટે 30 કરોડની ફાળવણી

વડનગરમાં સ્પોર્ટ્સ હોસ્ટેલ બનાવવામાં આવશે.

આગમી સમયમાં ગૃહવિભાગમાં 3020 નવી જગ્યાઓ ઉભી કરવામાં આવશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular