Monday, December 23, 2024
Homeવિડિઓકાર ચાલકે કાબુ ગુમાવતા વીજપોલમાં અથડાતા અકસ્માત, 4 ઈજાગ્રસ્ત

કાર ચાલકે કાબુ ગુમાવતા વીજપોલમાં અથડાતા અકસ્માત, 4 ઈજાગ્રસ્ત

જામનગર જીલ્લાના પીપરટોડા રોડ, વેરાવળ પાટિયા નજીક એક કાર ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા રોડ પરથી નીચે ઉતરી જતા અકસ્માત સર્જાયો હતો. જેમાં 4 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા છે. જીજે-10-ટીઈ-1700 નામની I-20 કારના ચાલકે કાબુ ગુમાવતા કાર રોડ પરથી નીચે ઉતરી ગઈ હતી. અને એક વીજપોલ સાથે અથડાઈ હતી. અને વીજપોલ ધરાશાઈ થયો હતો. આ ઘટનામાં કારસવાર 4 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જે તમામને એમ્બ્યુલસ મારફતે હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular