Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયપીએમ મોદી અને અમિત શાહે ટ્વીટ કરીને ગુજરાતની જનતાનો આભાર માનતા કહ્યું...

પીએમ મોદી અને અમિત શાહે ટ્વીટ કરીને ગુજરાતની જનતાનો આભાર માનતા કહ્યું કે…

- Advertisement -

ગુજરાતમાં જીલ્લા – તાલુકા પંચાયતની તેમજ નગરપાલિકાની ચૂંટણીઓની આજે મત ગણતરી યોજવામાં આવી હતી. ગુજરાતની જીલ્લા પંચાયતો, તાલુકા પંચાયતો તેમજ નગરપાલિકાઓમાં ભાજપની જીત નિશ્ચિત થઇ ચુકી છે. હજુ અમુક બેઠકોના પરિણામ બાકી છે. પરંતુ અત્યાર સુધી તમામ જગ્યાઓ પર ભાજપ આગળ છે. ગુજરાતની જનતાએ ભાજપ પર મુકેલા વિશ્વાસને લઇને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને ગુજરાતીઓનો અભાર માન્યો છે. તેમજ ગૃહમંત્રી અમિત શાહે પણ ગુજરાતીઓનો આભાર વ્યક્ત કર્યો છે.

- Advertisement -

ભાજપની જીત બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને ગુજરાતની જનતાનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું છે કે ગુજરાતભરની નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીના પરિણામોએ સ્પષ્ટ સંદેશો આપ્યો છે- ગુજરાતની જનતા ભાજપના વિકાસ અને સુશાસનના એજન્ડાનું દ્રઢતાપૂર્વક સમર્થન કરે છે. ભાજપ પ્રત્યેની અવિરત શ્રદ્ધા અને સ્નેહ માટે હું ગુજરાતની જનતાને નમન કરું છું. શહેરી અને ગ્રામીણ ગુજરાતે સર્વાનુમતે સંદેશ આપ્યો છે. હું ગુજરાત સરકારના લોકાભિમુખ વહીવટની પ્રશંસા કરું છું અને ગુજરાત ભાજપના કાર્યકર્તાઓના ભગીરથ પ્રયત્નોની પ્રશંસા કરું છું. અમારી પાર્ટી ગુજરાતના વિકાસ અને પ્રત્યેક ગુજરાતીઓના સશક્તિકરણ માટે હંમેશાં કાર્યરત રહેશે.

ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટ કરીને જણાવ્યું છે કે, “ગુજરાત સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં ગ્રામ્ય વિસ્તારના લોકો અને ખેડુતોએ ભાજપાને વિજયી બનાવીને સરકારની કલ્યાણકરી નીતિઓ પર વિશ્વાસની મહોર લગાવી છે. હું જનતાને નમન કરું છું. આ ભવ્ય વિજય બદલ સીએમ વિજય રૂપાણી, નીતિન પટેલ અને સીઆર પાટીલનો પણ આભાર વ્યક્ત કર્યો છે. તેમજ મોદીજીના નેતૃત્વ હેઠળની ભાજપા સરકારો દેશના ગરીબ, ખેડુતો અને વંચિત સમાજના કલ્યાણ અને વિકાસ માટે સતત કટિબદ્ધ છે. તેમ પણ ઉમેર્યું છે.       

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular