જામનગર જિલ્લા અને તાલુકા પંચાયતોમાં પણ મહાનગરવાળી થઇ છે. આજે જાહેર થયેલા પરિણામોમાં ભાજપનો કબજો જોવા મળ્યો છે. જામનગર જિલ્લા પંચાયતની 24 બેઠકો ઉપર ભગવો લહેરાયો છે. ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસ પાસેથી જિલ્લા પંચાયત આંચકી લીધી છે. 28 ફેબ્રુઆરીના રોજ યોજાયેલ જામનગર જિલ્લા પંચાયતની 24 બેઠકો, જામનગર તાલુકા પંચાયતની 26 બેઠકો, કાલાવડ તાલુકા પંચાયતની 18 બેઠકો, લાલપુર તાલુકાની 18 બેઠકો, જામજોધપુર તાલુકાની 18 બેઠકો, ધ્રોલ તાલુકાની 16 બેઠકો, જોડિયાની 16 બેઠકોના અંતિમ પરિણામ નીચે મુજબ છે.