કાલાવડ તાલુકાના બાલંભડીની મુખ્યબજારમાંથી બાઈક પર પસાર થતા શખ્સને પોલીસે ઝડપી લઇ દારૂની બોટલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, કાલાવડ તાલુકાના બાલંભડી ગામ નજીક રોડ પરથી બાઈક પર પસાર થતા શખ્સને સ્થાનિક પોલીસે આંતરીને તલાસી લેતા મૌલિક દિનેશ સુતરીયા નામના શખ્સના કબ્જામાંથી રૂા.500 ની કિંમતની ઈંગ્લીશ દારૂની એક બોટલ મળી આવતા પોલીસે ઈંગ્લીશ દારૂ અને બાઈક મળી કુલ રૂા.15500 ની કિંમતનો મુદ્દામાલ કબ્જે કરી પૂછપરછ હાથ ધરતા આ દારૂનો જથ્થો ગીરીશ મોહન ચાવડા નામના શખ્સ પાસેથી ખરીદ્યાની કેફિયત આપતા પોલીસે ગીરીશની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.