અભિનેતા સંદિપ નાહરે 15 ફેબ્રુઆરીની સાંજે ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આત્મહત્યા કરતા પહેલા અભિનેતાએ ફેસબુક પર એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તેણે આત્મહત્યા કરવાનું કારણ આપ્યું હતું. પરંતુ હવે આ કેસમાં નવો વળાંક આવ્યો છે અને સંદિપ નાહરે શેર કરેલો સુસાઇડ નોટ વીડિયો ફેસબુક પરથી ગાયબ થઈ ગયો છે.
અહેવાલો અનુસાર પોલીસે પુષ્ટિ કરી છે કે તેઓ સંદીપની સ્યુસાઇડ નોટ અને વીડિયો ડિલીટ કર્યા નથી. આ સાથે પોલીસે હવે તપાસ શરૂ કરી છે કે આ વીડિયોને સોશિયલ મીડિયા પરથી કોણે હટાવ્યો. એટલું જ નહીં, સંદિપ નાહરના સોશિયલ મીડિયા એકાઉન્ટમાંથી 14 મહિનાનો ડેટા પણ કાઢી લેવામાં આવ્યો છે. તો બીજી બાજુ લોકો તેના પર પોતાનો અભિપ્રાય આપી રહ્યા છે.
લોકો માને છે કે આ પોસ્ટ સંદિપ નાહરની પત્ની કંચન શર્માએ ડિલીટ કરી છે. અથવા કોઈની ફરિયાદ પર તેને સોશિયલ મીડિયા કંપની દ્વારા દૂર કરવામાં આવી છે. આ કેસમાં ડીસીપી વિશાલ ઠાકુરે કહ્યું, ’પોલીસને વીડિયો ડિલીટ કરવા માટે કોઈ વિનંતી કરવામાં આવી નથી, કે અમે કોઈ પોસ્ટ ડિલીટ કરી નથી.
કદાચ ફેસબુકે તેની પોતાની નીતિ હેઠળ તેને કાઢી નાખ્યું છે. ફેસબુક પર કોઈપણ વાંધાજનક સામગ્રીની જાણ કરવા પર, તેઓ તેને કાઢી નાખે છે. તપાસ ચાલી રહી છે. ફેસબુક પરથી તેની પોસ્ટ કોણે ડિલીટ કરી? તે ક્યારે અને ક્યારે કાઢી નાખવામાં આવ્યું? આ તપાસનો વિષય છે.