જામનગર શહેરના કાલાવડ નાકા બહાર આવેલા વિસ્તારમાં રહેતી યુવતી રવિવારે તેના ઘરે ઈલેકટ્રીક હીટર ચાલુ કરવા માટે સ્વીચ ચાલુ કરવા જતા વીજશોક લાગતા બેશુદ્ધ થઈ જવાથી જી.જી.હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના કાલાવડ નાકા બહાર આવેલા એસટી ડિવિઝન સામેની સનમ સોસાયટી શેરી નં.2 મા રહેતી નગ્માબેન ઈસાક ખુુરેશી (ઉ.વ.20) નામની યુવતી રવિવારે સવારના સમયે તેના ઘરે બાથરૂમમાં ઈલેકટ્રીક હીટર દ્વારા ડોલમાં પાણી ગરમ કરવા માટે સ્વીચ ચાલુ કરવા જતા વીજશોક લાગતા બેશુદ્ધ થઈ ગઈ હતી. ત્યારબાદ યુવતીને 108 એમ્બ્યુલન્સ દ્વારા જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેવામાં આવી હતી જ્યાં તેણીનું મોત નિપજ્યાનું તબીબોએ જાહુેર કર્યુ હતું. આ અંગેની મૃતકના પિતા ઈસાકભાઈ દ્વારા જાણ કરાતા પીએસઆઈ એમ.જી.વસાવા તથા સ્ટાફે મૃતદેહને પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.