Sunday, December 22, 2024
Homeરાષ્ટ્રીય 8 દિવસની જુડવા બહેનોને વાંદરાનું ટોળું અગાસીએ લઇ ગયું અને પછી....

 8 દિવસની જુડવા બહેનોને વાંદરાનું ટોળું અગાસીએ લઇ ગયું અને પછી….

- Advertisement -

તામિલનાડુના તંજાવુરમાં આવેલ એક રહેણાંક મકાનમાં વાંદરાઓનું ટોળું ઘુસી ગયું અને માત્ર 8 દિવસની જુડવા બહેનોને ઉઠાવીને લઇ ગયું. અને એક બાળકીને વાંદરાઓએ ગટરમાં ફેંકી દેતા બાળકીનું મૃત્યુ નીપજ્યું હતું. જેને લઇને સમગ્ર વિસ્તારમાં અરેરાટી છવાઈ ગઈ હતી. આ વિસ્તારમાં વાંદરાઓના આતંકને કારણે લોકો પરેશાન થઇ ચુક્યા છે.

- Advertisement -

તામિલનાડુના તંજાવુરમાં રહેતા ભુવનેશ્વરીબેનની બે જુડવા બાળકીઓ જે માત્ર 8 દિવસની જ હતી. અને વાનરોનું ટોળું તેના ઘરમાં ઘુસી ગયું અને બંને બાળકીઓને ઉઠાવી ગયું. તેની માતાએ જણાવ્યું કે તેણીની બંને દીકરીઓ પોતાના બેડરૂમમાં સુતી હતી અને અચનાક છોકરીઓનો રડવાનો અવાજ સાંભળ્યો તો માતાએ રૂમમાં જઈને જોયું તો તેના હોશ ઉડી ગયા વાંદરાઓનું ટોળું બાળકીઓને ઉઠાવીને નાશી છુટ્યું હતું. મહિલા વાનરોની પાછળ ગઈ તો વાનરોનું ટોળું બંને બાળકીઓને લઇને  અગાસી પર બેઠું હતું. આજુ બાજુના લોકોએ બચાવવાની ઘણી કોશિશ કરી પરંતુ વાનરોએ એક બાળકીને છત પર જ ફેંકી દીધી અને બીજી બાળકીને ગટરમાં ફેંકી દીધી હતી. જે પૈકી ગટરમાં પડી ગયેલી નવજાતનું મોત નીપજ્યું હતું. બાદમાં છત પર ફેંકી દેવાયેલી બાળકીને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. વાનરોના આ કૃત્યથી સૌ કોઈ સ્ત્બ્ધ થઇ ગયા હતા.

 

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular