- Advertisement -
કોરોના મહામારીને કારણે એક વર્ષથી જુદીજુદી રમતોથી દૂર રહેલા ખેલાડીઓએ મહામારીનું સંક્રમણ ઓછું થયા બાદ ટૂર્નામેન્ટસ શરૂ થતાં રાજકોટના ખેલાડીઓનોજુસ્સો અકબંધ રહ્યો છે. ત્યારે તાજેતરમાં જ અમદાવાદમાં ગુજરાત સ્ટેટ સબ જુનિયર અને જુનિયર પાવરસિફ્ટિંગ ચેમ્પિયનશિપ યોજાઇ હતી. જેમાં રાજકોટના 17 ગર્લ્સ-બોયઝ પૈકી 12 ખેલાડીએ મેડલ મેળવી રાજકોટ સ્ટેટ ચેમ્યિન બન્યું છે.
રાજયકક્ષાએ ડંકો વગાડનાર ખેલાડીઓમાં 83 કિ.ગ્રા. ગ્રૂપમાં ઓમ બોરીચાએ ગોલ્ડ, 105 કિગ્રા. ગ્રૂપમાં નિશાંત જાગાણીએ ગોલ્ડ, 120 કિ.ગ્રા. ગ્રૂપમાં જયવર્ધનસિંહ જાડેજાએ ગોલ્ડ, 120 કિ.ગ્રા.થી વધુના ગ્રૂપમાં જય ચંદનાનીએ ગોલ્ડ 59 કિ.ગ્રીના વેઇટ ગ્રૂપમાં ધ્રુવ ગોહેલે બોન્ઝ: અકસ અકબરીએ સિલ્વર, 74 કિ.ગ્રા. ગ્રૂપમાં દેવેન કાચાએ બ્રોન્ઝ, 93 કિ.ગ્રા. ગ્રૂપમાં શુભમ ત્રિવેદીએ સિલ્વરમેડલ મેળવ્યો છે.જયારે ગર્લ્સમાં 72 કિ.ગ્રા. વેઇટ ગ્રૂપમાં હેન્સી કોરાટે ગોલ્ડ,63 કિ.ગ્રા. ગ્રૂપમાં ગોપી વ્યાસે ગોલ્ડ, 57 કિ.ગ્રા ગ્રૂપમાં હરસોડા ધૃતિએ ગોલ્ડ, 47 કિ.ગ્રા. ગ્રૂપમાં નિધિ મહેતાએ સિલ્વર અને 52 કિ.ગ્રા. ગ્રૂપમાં રૂત્વિ કાસલિયાએ બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે. મેડલ મેળવનાર રાજકોટના 12 ગર્લ્સ-બોયઝ ખેલાડી ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદમાં રમાનાર રાષ્ટ્રીય કક્ષાની ચેમ્પિયનશિપમાં ભાગ લેવા જશે.
- Advertisement -