Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરજામનગર જિલ્લામાં વિવિધ જગ્યાએથી દારૂની 15 બોટલ જપ્ત

જામનગર જિલ્લામાં વિવિધ જગ્યાએથી દારૂની 15 બોટલ જપ્ત

- Advertisement -

જામનગર શહેર જીલ્લામાં પોલીસેગઈકાલના રોજ ચેકિંગ હાથ ધર્યું હતું તે દરમિયાન વિવિધ સાત જગ્યાએથી દારુની 15બોટલ અને 100 લીટર કાચો આથો જપ્ત કરી આરોપીઓની ધરપકડ કરી તમામ વિરુધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, પ્રથમ દરોડો, જામનગર જીલ્લાના જાંબુડા ગામે પોલીસ ચેકિંગમાં હતી તે દરમિયાન રમેશભાઈ ઉર્ફે કુકો પરશોત્તમભાઈ મારકણા નામના શખ્સના રહેણાંક મકાને દરોડો પાડતા તેના ફળિયા માંથી વ્હીસ્કીની 10 બોટલ મળી આવતા પોલીસે આરોપીની ધરપકડ કરી પંચકોશીએ ડીવીઝન મથકમાં ગુન્હો નોંધી કામગીરી હાથ ધરી હતી. જામનગર શહેરના દિગ્વિજય પ્લોટ 49, મામા સાહેબના મંદિર પાસે ચેકિંગમાં હતી તે દરમિયાન દેવેન્દ્રસિંહ ચંદુભા જેઠવા નામનો શખ્સ જાહેરમાં દારૂની 1 બોટલ સાથે નીકળતા પોલીસે તેની અટકાયત કરી પુછપરછ કરતા યુવરાજસિંહ વિક્રમસિંહ જાડેજા નામના શખ્સને દારુની સપ્લાય કરતો હોવાનું સામે આવતા પોલીસે તેની તપાસ હાથ ધરી બંને વિરુધ્ધ સીટી સી ડીવીઝન પોલીસ દફતરમાં ગુન્હો નોંધ્યો હતો.

પંચકોશી એ ડીવીઝન પોલીસ જગા ગામે ચેકિંગમાં હતી તે દરમિયાન હિતેન્દ્રસિંહ ઉર્ફે હિતુભા બચુભા જાડેજા નામના શખ્સના રહેણાંક મકાને દરોડો પાડતા 100 લીટર કાચો આથો મળી આવતા પોલીસે તેની અટકાયત કરી ગુન્હો નોંધ્યો હતો. જામનગરના હવાઈ ચોક વિસ્તારમાં રહેતો કૌશિકભાઈ શંકરલાલ કેવલીયા નામનો શખ્સ જાહેરમાં દારુની એક બોટલ લઇને નીકળતા પોલીસે આઈટીઆઈ કોલેજની સામે જીઈબી ગેઈટ નજીકથી તેની ધરપકડ કરી સીટી સી ડીવીઝન પોલીસ દફતરમાં ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ સીવાય તે જ જગ્યાએથી ધવલ ચંદુભાઈ ગૌસ્વામી નામનો શખ્સ દારુની 1 બોટલ સાથે નીકળતા સીટી સી ડીવીઝન પોલીસે તેની અટકાયત કરી ગુન્હો નોંધ્યો હતો.

- Advertisement -

સીટી સી ડીવીઝન પોલીસ ગઈકાલના રોજ ચેકિંગમાં હતી તે દરમિયાન દીપેશભાઈ પ્રાગજીભાઈ ચૌહાણ નામનો શખ્સ દિગ્વિજય પ્લોટ-49માં દારૂની 1 બોટલ સાથે નીકળતા પોલીસે તેની અટકાયત કરી ગુન્હો દાખલ કર્યો હતો. જામનગર જિલ્લાના મોટાવડાળા ગામે સંજયભાઈ ભીખાભાઈ વસોયા નામનો શખ્સ વ્હીસ્કીની બોટલ લઇને નીકળતા પોલીસે તેની અટકાયત કરી કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular