ખેડૂત આંદોલનની ગૂંજ લોકસભાની કાર્યવાહી માટે અવરોધ બની રહી છે. આજે શુક્રવારે રાજયસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ લાવવાની કાર્યવાહી કરવામાં આવી હતી. આ પ્રસ્તાવ પરની ચર્ચા રાજયસભામાં સમાપ્ત થઇ છે. હવે, સોમવારે પ્રધાનમંત્રી ગૃહમાં ચર્ચાનો જવાબ આપશે એવું અત્યારે માનવામાં આવી રહ્યું છે.
બીજીબાજુ લોકસભામાં ધન્યવાદ પ્રસ્તાવ પરની ચર્ચા શકય બની ન હતી. ગૃહના પ્રશ્ર્નકાળ દરમ્યાન કોરોના રસીકરણ સાથે સંકળાયેલા પ્રશ્ર્નોના જવાબો આરોગ્યમંત્રી ડો.હર્ષવર્ધને આપ્યા હતા. ગૃહની કાર્યવાહી 4.00વાગ્યા પછી ફરીથી 6.00વાગ્યે શરૂ થઇ હતી. પરંતું ખેડૂત આંદોલનના સંદર્ભમાં વિપક્ષે ગૃહમાં દેખાવો કરતાં લોકસભાની કાર્યવાહી ચાલી શકી ન હતી. અંતે લોકસભાની કાર્યવાહી સોમવારની બપોરના 4.00 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હોવાની જાહેરાત કરવામાં આવી હતી.
તે દરમ્યાન બપોરે લોકસભાની કાર્યવાહી સ્થગિત થઇ તે મુદ્દા પર પ્રધાનમંત્રીએ કેબિનેટના વરિષ્ઠ મંત્રીઓ સાથે બેઠક કરી હતી.