Friday, November 22, 2024
Homeરાજ્યઘડી કંપનીમાં કોલસાનું ખોટું બીલ મુકીને છેતરપિંડી આચરવા સબબ ત્રણ શખ્સો સામે...

ઘડી કંપનીમાં કોલસાનું ખોટું બીલ મુકીને છેતરપિંડી આચરવા સબબ ત્રણ શખ્સો સામે ફરિયાદ

- Advertisement -

દ્વારકા તાલુકામાં આવેલી આરએસપીએલ(ઘડી) કંપનીમાં કોલસો સપ્લાય કરતી પેઢી દ્વારા મોકલવામાં આવેલ કોલસો બારોબાર વેંચી અને ખાલી વાહનના બોગસ ડોક્યુમેન્ટ બનાવી અને કંપની સાથે સવા બે લાખ જેટલી છેતરપિંડી કરવા સબબ ટ્રક માલિક, ચાલક તથા ડોક્યુમેન્ટ બનાવનાર શખ્સ સામે ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે.

- Advertisement -

આ સમગ્ર પ્રકરણની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ દ્વારકાથી આશરે પાંત્રીસ કિલોમીટર દૂર કુરંગા ગામે આવેલી આરએસપીએલ કંપનીમાં થોડા દિવસ પૂર્વે કોલસો ભરીને આવી આવેલા ટ્રક અંગેની નોંધ કરવામાં આવી હતી. પરંતુ કંપની દ્વારા આ ટ્રકમાં કોલસો સપ્લાય થવાના બદલે ટ્રકના માલિક એવા જામનગર ખાતે રહેતા રબારી રવિ પાંચાભાઈ ખાંભલા દ્વારા તેમના ટ્રકચાલક રબારી ગરવા રાયમલ પરમાર મારફતે જામનગરની શ્રીજી શિપિંગ ટ્રાન્સપોર્ટ કંપની દ્વારા મોકલવામાં આવેલો બે લાખ વીસ હજારની કિંમતનો 35.840 ટન કોલસો તેઓએ આર.એસ.પી.એલ. કંપનીમાં પહોંચાડવાના બદલે પૂર્વયોજીત કાવતરું રચી અને બારોબાર વેંચી નાખ્યો હતો. બાદમાં આ શખ્સો દ્વારા દ્વારકાના નારણભા ખેરાજભા કેરની મદદગારીથી વિવિધ પ્રકારના બોગસ ડોક્યુમેન્ટ બનાવવામાં આવ્યા હતા.

આમ, ત્રણેય શખ્સો દ્વારા કોલસા અંગેની ટપાલમાં મેઈન ગેઈટ ઉપર તેમજ વે-બ્રિજ ઉપર ખોટી એન્ટ્રીઓ કરાવી, બોગસ એન્ટ્રી પાસ તથા બોગસ કાંટા ચિઠ્ઠીનો ઉપયોગ કરી તેમજ કોમ્પ્યુટર ઓપરેટરની અને સિક્યુરીટીની સહીનો ઉપયોગ કરી, આ અંગેનું બિલ આર.એસ.પી.એલ. કંપનીમાં મુક્યું હતું.

- Advertisement -

આ સમગ્ર પ્રકરણમાં કંપની સાથે છેતરપિંડી કરી એકબીજાને મદદગારી કરવા સબબ કંપનીના કર્મચારી રવિન્દ્રભાઈ હરનારાયણભાઈ શાહુ (ઉ.વ. 35, રહે. દ્વારકા)ની ફરિયાદ પરથી દ્વારકા પોલીસે ત્રણેય શખ્સો સામે આઈપીસી કલમ 407, 420, 120 (બી), 465, 467, 468, 471 તથા 474 મુજબ ગુનો નોંધી આગળની તપાસ દ્વારકાના પીઆઈ પી.બી. ગઢવી દ્વારા હાથ ધરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular