નાણામંત્રી નિર્મલા સીતારમણે સોમવારે બજેટ રજુ કરતી વેળાએ દેશમાં ગોલ્ડ એકસચેન્જ શરૂ થવાની જાહેરાત કરી હતી. તેમનો આ નિર્ણય ગેમચેન્જર સાબિત થઇ શકે તેમ છે. આ ગોલ્ડ એક્ષચેન્જમાં શેરની માફક સોનાની ખરીદી અને વેચાણ થઇ શકશે. નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે સરકારનો આ નિર્ણય દેશની તકદીર બદલી નાખે તેવો છે.
દેશમાં હવે ગોલ્ડ એક્ષચેન્જની શરૂઆત થશે એટલે કે તમે પણ શેરની જેમ સોનુ ખરીદી અને વેચી શકશો. આર્થિક જાણકાર આ નિર્ણયને ભવિષ્યમાં મોટા ફેરફારની દસ્તક ગણાવી રહ્યા છે જે દેશનું નશીબ બદલાવી નાખશે.
નાણામંત્રી સીતારમણે બજેટ ભાષણમાં ગોલ્ડ એક્ષચેન્જ બનાવાનું એલાન કર્યું છેે. જેનું સંચાલન સેબી કરશે. સાધારણ ભાષામાં સમજીએ તો જે પ્રકારે બોમ્બે સ્ટોક એક્ષચેન્જમાં સ્ટોકની ટ્રેડીંગ થાય છે તે રીતે ગોલ્ડની ખરીદી – વેચાણ કરવામાં આવી શકશે એટલે કે ગોલ્ડના કારોબારને નવું સ્વરૂપ મળશે.
ભારતમાં સામાન્ય નિવેશક નફો કમાવા માટે અથવા તો સ્ટોક માર્કેટ સમાન ભાગે છે અથવા ફિકસ ડિપોઝીટ કરાવે છે પરંતુ લોકો ત્યાં રોકાણ ત્યારે કરે છે. જ્યારે બધુ જ સામાન્ય હોય. જ્યારે પણ વિશ્વની અર્થવ્યવસ્થામાં અનિશ્ચિતતા આવે છે તો વધુ પડતા રોકાણકારોની પ્રથમ પસંદ હોય છે સોનુ. આ વખતના બજેટમાં સોના – ચાંદીની કસ્ટમ ડયુટીને ઘટાડવામાં આવ્યો છે. મોદી સરકારે 12.5 ટકાથી ઓછી કરીને 7.5 ટકા કરી દેવામાં આવ્યો છે. નાણામંત્રીના આ એલાન બાદ સોનું 1200 રૂપિયાથી વધુ સસ્તુ થયું છે. દેશવાસીઓ પાસે 25,000 ટન સોનું હોવાનો સરકારનો અંદાજ છે.