જામનગરમાં રહેતો અને જૂનાગઢ જિલ્લાના મેંદરડા પોલીસ સ્ટેશનના પ્રોહિબીશનના ગુનામાં બે વર્ષથી નાસતા ફરતા આરોપીને એલસીબીએ જામનગરમાંથી ઝડપી લઇ જૂનાગઢ પોલીસ હવાલે કરવામાં આવ્યો હતો.
આ અંગેની વિગત મુજબ, જૂનાગઢ જિલ્લાના મેંદરડા પોલીસ સ્ટેશનમાં વર્ષ 2018 માં નોંધાયેલા પ્રોહિબીશનના ગુનામાં નાસતો ફરતો સની ઉર્ફે સસલો પ્રતાપ ઉર્ફે હક્કાભાઈ લીલાપર નામનો શખ્સ ભોયના ઢાળિયા પાસે આવેલી બકાલા માર્કેટ નજીક તેના મકાને હોવાની એલસીબીના ફિરોજ દલ અને ધાના મોરીને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા દિપન ભદ્રનની સૂચનાથી પીઆઈ કે.જી. ચૌધરી, પીએસઆઈ બી.એમ. દેવમુરારી, આર.બી. ગોજિયા તથા સ્ટાફના સંજયસિંહ વાળા, માંડણભાઈ વસરા, અશ્ર્વિનભાઈ ગંધા, હરપાલસિંહ સોઢા, ફિરોજભાઈ દલ, હિરેનભાઈ વરણવા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદ પરમાર, યશપાલસિંહ જાડેજા, ભગીરથસિંહ સરવૈયા, દિલીપ તલવાડિયા, વનરાજભાઈ મકવાણા, હરદિપ ધાધલ, પ્રતાપભાઈ ખાચર, ધાનાભાઈ મોરી, રઘુવીરસિંહ પરમાર, અજયસિંહ ઝાલા, યોગરાજસિંહ રાણા, ભારતીબેન ડાંગર, એ.બી. જાડેજા તથા અરવિંદગીરી સહિતના સ્ટાફે સનીને ઝડપી લઇ મેંદરડા પોલીસ હવાલે કરવા કાર્યવાહી હાથ ધરી હતી.