ભુજ તાલુકામાં સરહદી વિસ્તારમાં ગઈકાલના રોજ ત્રણ પિતરાઈ ભાઈઓ ઘરેથી રમવા નીકળેલ હોય અને નદીના પટમાં આવેલ ભેખડ પર માટીનું ઘર બનાવીને રમી રહ્યા હતા ત્યારે અચાનક ભેખડ ધસી આવતા ત્રણે પિતરાઈ ભાઇઓના મૃત્યુ નીપજ્યા હોવાનો બનાવ સામે આવ્યો છે.
ત્રણે પિતરાઈ ભાઈઓ ધ્રોબણા ગામ પાસે સૂકી નદીમાં ભેખડ ખોદીને ઘર-ઘર રમતા ત્રણ પિતરાઇ ભાઈઓ પર ભેખડ ધસી પડી હતી. ત્રણે ભાઈઓ રાત સુધી ઘરે ન આવતા તેના પરિવારજનોએ શોધખોળ શરુ કરી હતી. અને ત્યાં નદી પાસે ચપ્પલ મળી આવતા રેતીના ઢગલા નીચેથી ત્રણેય બાળકોના મૃતદેહો મળ્યા હતા. મુનીર(ઉ.વ.13), કલીમ (ઉ.વ.16) અને રજા(ઉ.વ.14) ત્રણેય પિતરાઈ ભાઈઓ ગઇકાલ સાંજથી રમવા માટે બહાર નીકળ્યા હતા. ત્રણેય પિતરાઈ ભાઈઓ ગામની નજીક આવેલી નદી પાસે ભેખડમાં માટીનું ઘર બનાવીને રમતા હતા. અને ભેખડ ધસી આવતા રેતીના ઢગલા નીચેથી ત્રણે બાળકો મળી આવતા હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તમામ ને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.