Thursday, December 26, 2024
Homeરાજ્યમેવાસાની લૂંટમાં પરપ્રાંતિય શખ્સની ધરપકડ

મેવાસાની લૂંટમાં પરપ્રાંતિય શખ્સની ધરપકડ

- Advertisement -

ભાણવડ તાલુકાના મેવાસાની સીમમાં કાર અને રોકડ તથા દાગીનાની લૂંટના બનાવમાં મધ્યપ્રદેશના એક આરોપીને ઝડપી લઇ વધુ પૂછપરછ હાથ ધરી હતી. દરમિયાન આ આરોપીએ લાલપુર પંથકમાંથી બુલેટ મોટરસાઈકલની ચોરી આચર્યાની પણ કેફિયત આપી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, ભાણવડ તાલુકાના મેવાસા ગામની સીમ વિસ્તારમાં રહેતા ગોરધનભાઈ ટપુભાઈ કોળીની વાડીમાં ગત તા.8 જાન્યુઆરીના દિવસે એક ધાડપાડુ ગેંગ લૂંટના ઈરાદે ત્રાટકી કાર તેમજ રોકડ તથા દાગીના સહિતની માલમતાની લૂંટ ચલાવીને ભાગવા જતા સમયે લાલપુર પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા લૂંટારૂઓને રોકવાનો પ્રયત્ન કરતાં પોલીસ ઉપર પથ્થરમારો કરી ભાગી છૂટયા હતાં. લૂંટારૂઆ પૈકીના એક આરોપીને લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમે તપાસનો દોર મધ્યપ્રદેશ સુધી લંબાવી આરોપીને ઝડપી લઇ વધુ પુછપરછ હાથ ધરતા કમલેશ નવલસિંગ મીનાવા, ગોલુ કુંવરસિંગ મંડલોઈ, સોમલા બદનસિંગ બધેલ અને રાહુલ ઉર્ફે ખુમસિંઘ સજનસિંઘ બગેલના નામો ખૂલ્યા હતાં. બાકીના આરોપીઓને પકડવા માટે કવાયત હાથ ધરવામાં આવી રહી છે.

આરોપી મુળ મધ્યપ્રદેશના વતની હોવાનું ધ્યાનમાં આવતા મુખ્ય સૂત્રધાર ગણાતા આરોપી સુનિલ નારસિંગ મીનાવાની મધ્યપ્રદેશમાં તેના વતનમાંથી અટકાયત કરી લીધી હતી. લાલપુર પંથકમાં આવ્યા પછી એક શાળાના કમ્પાઉન્ડમાં પાર્ક કરેલા બુલેટ મોટરસાઈકલની ચોરી કરી હોવાની પણ કબુલાત આપી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular