પ્રજાસત્તાક દિવસના પ્રસંગે લાલ કિલ્લા પર થયેલા ઉપદ્રવને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાતમાં પ્રતિક્રિયા આપી. તેમણે મન કી બાતમાં કહૃાું કે, દિલ્હીમાં 26મી જાન્યુઆરીએ તિરંગાનું અપમાન જોઈને દેશને ઘણું દુ:ખ થયું. લાલ કિલ્લા પર પ્રદર્શનકારીઓએ ખેડૂતોને પોતાનો ધાર્મિક ઝંડો લહેરાવી દૃીધો હતો. આ ઝંડો એ જગ્યા લગાવાયો હતો જ્યાં 15મી ઓગસ્ટે વડાપ્રધાન દ્વારા તિરંગો ફરકાવવામાં આવે છે. આ સિવાય ઐતિહાસિક ઈમારતમાં તોડફોડ પણ કરવામાં આવી હતી. મન કી બાતમાં વડાપ્રધાને કહેલી વાતનો જવાબ આપતા ટિકૈતે કહૃાું- 26 જાન્યુઆરીએ જે થયું તે એક ષડ્યંત્રનું પરિણામ હતું. ટિકૈતે કહૃાું કે આની ઊંડી તપાસ થવી જોઈએ.
ખેડૂત નેતાએ વાતચીતમાં જણાવ્યું કે, ત્રિરંગો સૌથી ઉપર છે. અમે ક્યારેય ત્રિરંગાનું અપમાન નહીં થવા દઈએ. હંમેશા તેને ઊંચો રાખીશું. આ સહન કરવામાં નહીં આવે.
વડાપ્રધાન મોદૃીએ શનિવારે સર્વદળીય બેઠકમાં કહૃાું હતું કે તેમની સરકાર ખેડૂતોથી એક ફોન કોલ દૂર છે. જેના પર રાકેશ ટિકૈતે કહૃાું કે, સરકારે અમારા લોકોને મુક્ત કરવા જોઈએ અને વાતચીત માટે મંચ તૈયાર કરવો જોઈએ. અમને આશા છે કે વચ્ચેનો કોઈ રસ્તો નીકળશે. તેમણે કહૃાું કે વડાપ્રધાન મોદીએ જે કહ્યું તેનું અમે સન્માન કરીએ છીએ, તેમની ગરિમાની રક્ષા કરવામાં આવશે. ટિકૈતે આગળ કહૃાું કે અમે નથી ઈચ્છતા કે સરકાર કે સંસદ અમારી આગળ નમી જાય, પરંતુ ખેડૂતોના આત્મ-સ્નમાનની રક્ષા કરે.
ટિકૈતે કહ્યું અમારા જે લોકો જેલમાં બંધ છે તેમને મુક્ત કરવામાં આવે પછી વાતચીત થશે. વડાપ્રધાને પહેલ કરી છે અને સરકાર તથા અમારી વચ્ચે એક કડી બની છે. ખેડૂતોની પાઘડીનું પણ સમ્માન રહે અને દેશના વડાપ્રધાનનું પણ.