Thursday, January 15, 2026
Homeરાજ્યજામનગરજામનગરમાં આકાશમાં પતંગોના રંગોળી છવાઇ - VIDEO

જામનગરમાં આકાશમાં પતંગોના રંગોળી છવાઇ – VIDEO

શહેરીજનોએ દિવસભર પતંગો ચગાવી પતંગોત્સવ મનાવ્યો : રાત્રીના સમયે ફટાકડાની આતશબાજી : ઉતરાયણ નિમિતે શહેરીજનોએ દાનધર્મ કરી પુણ્યનું ભાથુ બાઘ્યું : દિવસભર કાયપો છે અને લપેટ-લપેટનો નાદ ગુંજી ઉઠયો

જામનગરમાં ગઇકાલે ઉતરાયણની ઉજવણી કરવામાં આવી હતી. શહેરીજનોએ દિવસભર પતંગો ચગાવી પતંગોત્સવ મનાવ્યો હતો. દિવસ દરમિયાન આકાશ રંગબેરંગી પતંગોની રંગોળીથી ખીલી ઉઠયું હતું. અને દિવસ દરમિયાન કાયપો છે, લપેટ-લપેટનો નાદ ગુંજતો જોવા મળ્યો હતો. આ સાથે શહેરીજનોએ ઉંધીયા, ચીકી, બોર, જીંજરાની ખાણી-પીણીની મોજ પણ માણી હતી. તથા દાન-પુણ્ય પણ કર્યુ હતું.

- Advertisement -

જામનગર સહિત હાલાર પંથકમાં ગઇકાલે શહેરીજનોએ હર્ષોલ્લાસ સાથે ઉતરાયણની ઉજવણી કરી હતી. સવારથી જ શહેરીજનો અગાસી કે ધાબા ઉપર પહોંચી ગયા હતાં. અને ડીજેના ગીતો ઉપર રંગબેરંગી પતંગો ચગાવી મંકરસંક્રાતિ પર્વની ઉવજવણી કરી હતી. ગીત સંગીત સાથે શહેરીજનોમાં ઉતરાયણનો આનંદ છવાયેલો જોવા મળ્યો હતો. સવારથી જ શહેરીજનો પતંગ ફીરકી, બોર, જામફળ, જીંજરા, ચીકી સાથે અગાસી ઉપર પહોંચી ગયા હતાં અને પતંગો ચગાવ્યા હતાં. દિવસભર આકાશ રંગબેરંગી પતંગોની રંગોળી સર્જાઇ હતી. બાળકોએ અવનવા કાર્ટુન કેરેકટરના ફુગ્ગાઓ ઉડાવી ઉતરાયણની ઉજવણી કરી હતી. તેમજ રાત્રીના સમયે ફટાકડાની આતશબાજી પણ જોવા મળી હતી.

- Advertisement -

ગઇકાલે સવારથી જ જામનગરની અગાસીઓ શહેરીજનોથી ભરાયેલી જોવા મળી હતી. અને કાઇપો છે, લપેટ-લપેટના નાદ ગુંજી ઉઠયા હતાં. મનમુકીને પતંગ ચગાવવાની સાથે યુવા હૈયાઓ ડીજેના તાલે અગાસી ઉપર ઝુમી ઉઠયા હતાં. તેમજ વણલખી પરંપરા મુજબ બપોરના સમયે શહેરીજનોએ ઉંધીયાની મીજબાની પણ માણી હતી. સવારથી જ ઉતરાયણના પર્વમાં દાન ધર્મને લઇ લોકોએ ગૌમાતાને ઘાસ ખવડાવી તેમજ બાળકો તથા જરૂરીયાતમંદોને મમરાના લાડવા, તલના લાડવા સહિતની ખાણીપીણીઓનું વિતરણ કરી પુણ્યનું ભાથુ પણ બાંધ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular