જામનગરમાં ગુલાબકુંવરબા આયુર્વેદિક સોસાયટી સંચાલીત યોગ કલાસ દ્વારા ધન્વંતરી મંદિર ઓડીટોરીયમ જામનગર ખાતે યોગ વિથ ડાન્સ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં યોગ કલાસમાં આવતા સાધકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કૃતીઓ રજુ કરવામાં આવી હતી અને આરોગ્ય સંસ્કૃતિ અને સુમેળ ભરેલી આ સંઘ્યામાં પ્રસ્તુતિ કરી હતી.
ભારતે દુનિયાને યોગની ભેટ આપી છે. આજે સમગ્ર વિશ્વ યોગ તરફ પ્રેરીત થયું છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની પણ ઉજવણી કરવામાં આવે છે ત્યારે વધુને વધુ લોકો યોગ તરફ પ્રેરાય તે માટે ગુલાબકુંવરબા આયુર્વેદીક સોસાયટી સંચાલીત યોગ કલાસ દ્વારા રવિવારે યોગ વિથ ડાન્સનો અનોખો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. લોકોને ડાન્સ જેવા મનોરંજનના માઘ્યમથી યોગની સમજણ આપવાના હેતુસર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આરોગ્ય, સાંસ્કૃતિના સુમેળ ભર્યા યોગ વિથ ડાન્સના આ કાર્યક્રમમાં બાળકો તથા મહિલાઓ દ્વારા વિવિધ અદ્ભૂત યોગ ડાન્સના માઘ્યમથી રજૂ કર્યા હતાં. આ કાર્યક્રમમાં સમગ્ર ધન્વંતરી ઓડીટરીયમ હાઉસફુલ રહ્યો હતો. કાર્યક્રમને નિહાળી ઉપસ્થિત લોકો પણ મંત્રમુગ્ધ થયા હતાં.
View this post on Instagram
આ તકે સંસ્થાના ટ્રસ્ટીઓ આર.કે. શાહ અરવિંદભાઇ શાહ, કિર્તીભાઇ ફોફરીયા સહિતના મહેમાનો ઉપસ્થિત રહ્યા હતાં. કાર્યક્રમને સફળ બનાવવા કાર્યક્રમ સંયોજીકા યોગ ગુરૂ આશાબેન મહેતાએ જહેમત ઉઠાવી હતી. સાંસદ પૂનમબેન માડમ તથા શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી, સોમનાથ ખાતે વડાપ્રધાનના કાર્યક્રમમાં વ્યસ્ત હોય હાજર નહીં રહી શકતા શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો. આ ઉપરાંત કાર્યક્રમમાં ગણેશ વંદના નેહુલબેન અમરાણીયા, ચાર યુગ વિશે પ્રસ્તુતી મોનાબેન અનડકડ દ્વારા, આશાબેન મહેતા દ્વારા દેવા દેવા, રાજેશ્રીબેન પટેલ દ્વારા પરમાનંદ કૃષ્ણપ્રેમ કલાકૃતિ હેતલબેન શેઠ દ્વારા રોયલ યુનિયન હઠયોગથી રાજયોગ કલાકૃતિ, પૃથ્થાબેન શેઠ (બાળકો) કર્મયોગથી ભકિતયોગ કલાકૃતિ, શિતલબેન ઘેલાણી દ્વારા શાંખ્યદર્શન પુરૂષ પ્રકૃતિ કલાકૃતિ, સંજયભાઇ શર્મા દ્વારા ઓપરેશન સિંદુર તથા પ્રાપ્તીબેન શર્મા દ્વારા કાન્તારા કલાસીકલ કલાકૃતિ રજૂ કરાઇ હતી.


