જામનગરમાં એમ પી શાહ મેડીકલ કોલેજમાં આવેલ દેહદાન થયેલા માનવ દેહોના અવશેષોનું આદર્શ સ્મશાન ખાતે વેદોકતવિધી સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતાં.
તબીબી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના અભ્યાસ માટે દેહદાનની આવશ્યકતા રહેતી હોય છે જામનગરની એમપી શાહ સરકારી મેડીકલ કોલેજના એનાટોમી વિભાગમાં આવતા દેહદાનના મૃતદેહો તબીબી વિદ્યાર્થીઓના અભ્યાસ માટે ઉપયોગમાં લેવામાં આવે છે. આ દેહદાનમાં આવેલ 14 મૃતદેહોના અવશેષોને આર્યસમાજ સંસ્થાના સહયોગથી જામનગરના આદર્શ સ્મશાન ખાતે હિન્દુ આર્યસમાજ વિધીથી અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતાં. આ તકે એમ પી શાહ મેડિકલ કોલેજના ડીન ડો. નંદીની દેસાઈ, એનોટોમી વિભાગના વડા ડો. દિલીપ ગોહિલ, પ્રોફેસર ડો. મિતલ પટેલ ઉપરાંત તબીબો કાર્તિક સ્વાદિયા, મીના પટેલ, ધરતી કુબાવત, કૌશલ ઝવેરી, જતીન ચુડાસમા, જીગ્નેશ વડગામા, બાલકૃષ્ણ કુમાર, નારૂ દામોર, વિજય કણજારીયા, અંકિત અધ્વર્યુ, મોનિકા અધ્વર્યુ, ધવલ તલસાણીયા ઊપરાંત આર્ય સમાજના મંત્રી ધવલભાઈ બરછા, પુસ્તકાધ્યક્ષ જગદીશભાઈ મકવાણા, આદર્શ સ્મશાનના મંત્રી દર્શન ઠક્કર, ખજાનચી અમર ગોંદીયા સહિતના અગ્રણીઓ અને ડોકટરોની ટીમ જોડાઈ હતી અને અગ્નિ સંસ્કાર કર્યા હતા.
View this post on Instagram


