આગામી એપ્રિલ માસથી તમો ગુજરાતમાં પીવાના પાણીની કે પછી કોઈ સોફટડ્રિન્કસની પ્લાસ્ટીકની બોટલ ખરીદો તો તમારે વધુ કિંમત ચુકવવી પડશે. ઉત્પાદકો ભાવ વધારો કરી રહ્યા નથી પણ રાજય સરકાર હવે પ્લાસ્ટીકના દૂષણ સામે જે નવા પગલા લઈ રહી છે તેમાં આ પ્રકારે પ્લાસ્ટીક બોટલમાં વેચાતા પાણી, સોફટડ્રિન્કસ પર 10 થી 20%નો ખાસ પ્લાસ્ટીક સેસ લગાવવા જઈ રહી છે.
જો કે જીએસટીના સમયમાં જે ઉત્પાદનો કે સેવાઓ આ પ્રકારે એક સમાન કર હેઠળ આવતી હોય તેના પર સેસ લગાવી જો કે કેમ તે પ્રશ્ન છે પણ સરકાર ‘કલાઈમેટ સેસ’ પર આગળ વધી રહી છે. જેમાં પ્લાસ્ટીક એ મુખ્ય ટાર્ગેટ છે અને પ્લાસ્ટીકની બોટલો જે રીતે દુષણ બની ગઈ છે. વેસ્ટ-કચરો એ પર્યાવરણ સામે સૌથી મોટુ જોખમ છે તેને દુર કરવા માંગે છે જે સેસ કલાઈમેટ સેસ ચેંજ તરીકે ઓળખાશે.
જે એમઆરપીના 10 થી 20% હોઈ શકે છે. રાજયના બજેટમાં જ આ જાહેરાત કરાશે અને પછી તેના બજેટને મંજુરી એટલે સંભવત 1 એપ્રિલથી લાગુ થઈ જશે અને તેમાંથી જે ભંડોળ મળશે તે પર્યાવરણ સુધારણા માટેના ઉપાયો પાછળ ખર્ચ થશે. જો કે ગ્રાહકોને પર તેનો બોજો ન આવે તે હેતુથી રાજય સરકાર બોટલ રીટર્ન વેન્ડીંગ મશીન અનેક સ્થળોએ મુકશે જેમાં વપરાયેલી પ્લાસ્ટીકની બોટલો આપવાથી તમોને રીફંડ વાઉચર મળી જશે જે તમો મોલ કે સુપર માર્કેટમાં ખરીદી સમયે વટાવી શકશો અથવા મોલ-શોપીંગ સેન્ટરમાં આ પ્રકારના મશીનમાં બોટલ આપવાથી તમારા બિલમાં જ તે ડિસ્કાઉન્ટ થઈ જશે.


