રાષ્ટ્રીય કરાટે મહાસંઘ અને ફિઝિકલ એજ્યુકેશન ફાઉન્ડેશન ઓફ ઈન્ડિયા (નેશનલ સ્પોર્ટ્સ પ્રમોશન ઓર્ગેનાઈઝેશન) યુવા બાબતો અને રમતગમત મંત્રાલય, ભારત સરકાર દ્વારા સમર્થિત રાષ્ટ્રીય કરાટે ચૅમ્પિયનશિપ 2025 તાલકટોરા ઇન્ડોર સ્ટેડિયમ, દિલ્લીમાં યોજાયેલ. જેમા શાળા નં-18 જામનગર અને એન.એસ.કે એકેડેમીની રમતવીર દેવાંશી દિપકભાઈ પાગડા એ 12 વર્ષ અને -35 કિગ્રા વજન કુમિત (ફાઇટ) કરાટે ઇવેન્ટમાં સુવર્ણ અને કરાટે કાટામાં સુવર્ણ પદક મેળવ્યો હતો.દેવાંશી પાગડા એ કરાટેમાં આંતર રાષ્ટ્રિય કક્ષાએ સુવર્ણ અને કાસ્ય તથા રાષ્ટ્રીય કક્ષાએં ૩ સુવર્ણ અને 2 સિલ્વર મેડલ તથા રાજ્ય અને ઝોન કક્ષાએં 8 મેડલ જીત્યા તે સિધ્ધીને બિરદાવતા નેશનલ આઇકોનિક એવોર્ડ (કરાટે બેસ્ટ એથ્લેટ્સ ) એવોર્ડ એનાયત કરવામાં આવ્યો. સંસદ કુંવરસિંઘ તનવાર, દિલ્લી સરકાર મંત્રી કિશન પાલ ગુર્જર , ચૌધરી સુરેન્દર સોલંકી, પ્રધાન પલમ 360 (ખાપ), મનોજ કુમાર મિશ્રા- ડિરેક્ટર ફિઝિકલ એજ્યુકેશન ફાઉન્ડેશન ઓફ ઈન્ડિયા અને સેક્રેટરી એનકેએફ, કરાટે વિશ્વ વિજેતા સેનસાઇ ગિલબર્ટ ગાડનર બ્રાજિલ , રાજનેતાઓ, કલાકારો, મેયર, સામાજિક આગેવાનો, ઉપસ્થિત રહ્યા હતાં.
રાષ્ટ્રીય કરાટે મહાસંઘ, યુનિયન ઓફ કરાટે ફેડરેશન અને સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ઇન્ડિયા માન્યતા દ્વારા સંયુક્ત રીતે આયોજીત કરવામાં આવી હતી. રાષ્ટ્રીય કરાટે ચૅમ્પિયનશિપમાં ભારતના તમામ રાજ્યનાં કરાટે સ્પર્ધકોએભાગ લીધો હતો. ટીમ મેનેજર દિપક પાગડા કોચ સરફરાજ઼ નોયડા, આકાશ તિવારી , મ. ઝેદ કાદરીએ માર્ગદર્શન આપ્યુ હતુ. દેવાન્શી, કોચ અને કન્વીનરોને રાજ્યનુ ગૌરવ વધારવા બદલ ગૌરવસહ અભિનંદન.


