Sunday, December 28, 2025
Homeરાજ્યજામનગરજામનગર પંચેશ્વર ટાવર પાસે રખડતા ઢોરનો આતંક: અનેક વાહનોને નુકસાન - VIDEO

જામનગર પંચેશ્વર ટાવર પાસે રખડતા ઢોરનો આતંક: અનેક વાહનોને નુકસાન – VIDEO

જામનગર શહેરના પંચેશ્વર ટાવર નજીકના વિસ્તારમાં આવેલા જાહેર માર્ગ ઉપર છેલ્લા કેટલાક સમયથી રજડતા ફરતો ઢોર અચાનક ઉગ્ર બની ગયો હતો. આ ઢોરએ માર્ગ પરથી પસાર થતા અનેક વાહનોને હડફેટેમાં લઈને ભારે નુકસાન પહોંચાડ્યું હતું. ઘટનાને કારણે વાહનચાલકો અને રાહદારીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો તેમજ ટ્રાફિક વ્યવસ્થામાં પણ અવરોધ ઉભો થયો હતો.

- Advertisement -

આ બાબતની જાણ તાત્કાલિક જામનગર મહાનગરપાલિકાને કરવામાં આવતા પાલિકાની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. લાંબી મહેનત અને સાવચેતી સાથે ટીમ દ્વારા આખલાને કાબૂમાં લઈને પકડી પાડવામાં આવ્યો હતો. ત્યારબાદ આખલાને મહાનગરપાલિકાના પશુ આશ્રયસ્થાનમાં ખસેડવામાં આવ્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular