જામનગર શહેરમાં અંધાશ્રમ આવાસ વિસ્તારમાં રહેતી યુવતી પોલીસ પરિક્ષાનું ફોર્મ ભરવા સાયબર કાફેમાં જવાનું કહીને ઘરેથી નીકળ્યા બાદ લાપત્તા થયેલી યુવતીની પોલીસ દ્વારા શોધખોળ આરંભવામાં આવી હતી.
આ અંગેની મળતી વિગત મુજબ જામનગર શહેરના અંધાશ્રમ આવાસ, ચેમ્બર કોલોનીમાં રહેતા મુકેશભાઇ પરમાર નામના પ્રૌઢની પુત્રી સ્નેહલબેન પરમાર (ઉ.વ.25) નામની યુવતી ગઇકાલે પોલીસ પરિક્ષાનું ફોર્મ ભરવા માટે સાયબર કાફેમાં જઉં છું તેમ કહીને તેણીના ઘરેથી નીક્ળ્યા બાદ લાપત્તા થઇ ગઇ હતી. પોલીસ પરિક્ષાનું ફોર્મ ભરવા ગયેલી લાપત્તા યુવતીની શોધખોળ મિત્રવર્તુળ, સગાસંબંધીઓને ત્યાં કરવામાં આવી હતી. પરંતુ યુવતી અંગે કોઇપણ સગડ ન મળતાં તેની માતા શોભનાબેન દ્વારા સિટી ‘સી’ પોલીસ સ્ટેશનમાં ગૂમનોંધ લખાવવામાં આવી હતી. જેના આધારે હે.કો. ડી.એન. ત્રિવેદી તથા સ્ટાફએ લાપત્તા યુવતીના વર્ણનના આધારે શોધખોળ આરંભી હતી.


