જામનગર શહેરમાં આવેલા ચર્ચમાં ભગવાન ઇસુના જન્મના વધામણા સાથે ખ્રિસ્તી સમુદાય દ્વારા નાતાલ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. નાતાલ પર્વને લઇ ચર્ચ તથા જામનગર શહેરમાં આવેલી મીશનરી શાળાઓમાં રોશનીનો શણગાર કરવામાં આવ્યા છે. જેને લઇ રાત્રીના સમયે રોશનીનો ઝગમગાટ જોવા મળ્યો હતો.
આજે 25 ડિસેમ્બરના દેશભરમાં નાતાલ પર્વની ઉજવણી થઇ રહી છે. ઇસુ ખ્રિસ્તીના જન્મના પર્વ નાતાલને લઇ જામનગરમાં ખ્રિસ્તી સમુદાયમાં અનેરો ઉત્સાહ છવાયો છે. ખ્રિસ્તી સમુદાયના લોકો પોતાના ઘરે નાતાલ પર્વને લઇ રોશનીનો શણગાર સાથે ક્રિસમસટ્રી સહિતની સજાવટો કરવામાં આવી છે. આ સાથે જામનગરના ચર્ચમાં પણ રોશનીનો શણગાર કરાયો છે. જેમાં જામનગર શહેરમાં આવેલી વિવિધ મીશનરી શાળાઓમાં પણ રોશનીના શણગાર કરાયા છે.
View this post on Instagram
જામનગર શહેરમાં લગભગ 50 વર્ષથી વધુ સમય પૌરાણીક અને એકમાત્ર કેથોલીક સેક્રેટ હાર્ટ ચર્ચમાં પ્રતિવર્ષ નાતાલ પર્વની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે પણ ચર્ચમાં નાતાલ પર્વની ભવ્ય ઉજવણી કરાઇ છે. ગઇકાલે રાત્રીના કેથોલીક પરિવારો દ્વારા ભગવાન ઇસુ ખ્રિસ્તના જન્મના વધામણા પ્રાર્થના સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે કરવામાં આવ્યા હતા અને નાતાલ પર્વની ઉજવણી કરાઇ હતી. જેમાં મોટી સંખ્યામાં ખ્રિસ્તી પરિવારો જોડાયા હતાં. આજે રાત્રીના સમયે શહેરીજનો પણ મોટી સંખ્યામાં રોશની જોવા નિકળશે તેમજ નાતાલ પર્વ નિમિતે આજે જામનગરમાં વિવિધ મોલ દુકાનોમાં પણ રાત્રીના શાંતાકલોઝની વેષભુષા સાથે ઉજવણી થશે.


